UIDAIની મોટી જાહેરાત : હવે આધારકાર્ડમાં નામ, સરનામું અને ફોન નંબર સરળતાથી કરી શકાશે અપડેટ

ભારતમાં રહેતા કોઈ પણ નાગરિકને ઓળખવા માટે આધાર કાર્ડ એક અગત્યનું ડોક્યુમેન્ટ બની ગયું છે.

આધારકાર્ડ વિના તમે ક્યાંય પણ જઈ શકતાં નથી, કેન્દ્ર સરકાર દ્વારા ભારતના દરેક નાગરિકને 12 આંકડાનો એક વિશેષ ઓળખ નંબર આપવામાં આવ્યો છે જેમાં વ્યક્તિનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ફોટાની સાથે તેની બાયોમેટ્રિકની જાણકારી પણ હોય છે.

એટલે આધાર કાર્ડ કોઈપણ જગ્યાએ જાવ ત્યાં તમારા ઓળખના પૂરાવા તરીકે માંગવામાં આવે છે.

UIDAI દ્વારા આધારકાર્ડ લઈને એક મહત્વની અપડેટ આપવામાં આવી છે જેમાં લોકો સરળતાથી તેના આધારકાર્ડમાં ફોન નંબર, નામ, એડ્રેસ વગેરે સરળતાથી સુધારી શકાશે.

UIDAI દ્વારા ભારતના 122 શહેરોમાં 166 સેન્ટર ખોલવામાં આવશે, જેમાં લોકો નવું આધારકાર્ડ બનાવવા માટે અને જૂના આધારકાર્ડમાં સુધારા વધારા કરવા માટે અરજી કરી શકશે.

આ નવા સેન્ટરને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે જેમાં મોડલ A આધાર સેવા કેન્દ્રમાં રોજના 1000,  મોડલ  B આધાર સેવા કેન્દ્રમાં રોજના 500 અને મોડલ C આધાર સેવા કેન્દ્રમાં રોજના 250 આધાર કાર્ડ અપડેટ થઈ શકશે. આ સેન્ટરો સવારે 9:00 થી સાંજના 05:30 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.

જો તમે આધારકાર્ડ માં કોઈપણ પ્રકારના સુધારા વધારા કરવા માંગતા હોવ તો તેના માટે પૈસા ચૂકવવા પડશે.

જો તમે આધારકાર્ડમાં નામ, સરનામું, જન્મ તારીખ વગેરે બદલાવા માગો છો તો તમારે 50 રૂપિયા ચૂકવવા પડશે આ ઉપરાંત બાયોમેટ્રિક અપડેટ કરવા માટે પણ પચાસ રૂપિયા ચાર્જ લેવામાં આવશે.

સૌથી મહત્વની વાત એ છે કે તમે આધારકાર્ડમાં કોઈપણ પ્રકારનો સુધારો કરવા માંગો છો તો તમારો મોબાઈલ નંબર આધાર સાથે લીંક હોવો જરૂરી છે.

જો નંબર લીંક નહીં હોય તો સુધારો નહીં થઈ શકે એટલા માટે સૌપ્રથમ તમારે મોબાઈલ નંબર લીંક કરવો જરૂરી છે.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.