આધાર કાર્ડને લગતી કોઇ પણ તકલીફ માટે અહીં ફોન કરો 13 ભાષામાં મળશે સમસ્યાનો ઉકેલ

મિત્રો આધારકાર્ડ એ ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલું એક ભારતના નાગરિકોને આપવામાં આવેલું એક ઓળખ કાર્ડ છે.

આધારકાર્ડ ઉપર બાર આંકડાનો એક નંબર હોય છે જે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવે છે.

ભારતનો દરેક નાગરિક આધાર કાર્ડ માટે નોંધણી કરાવી શકે છે આ કાર્ડ ભારતમાં રહેતા હોય તેના માટે એક ઓળખ કાર્ડ છે અને આધારકાર્ડ માટેની નોંધણી એક જ વાર થઈ શકે છે એટલે કે દરેક વ્યક્તિ ફક્ત એક જ વાર નોંધણી કરી શકે છે અને નોંધણી તદ્દન ફ્રી છે.

મિત્રો ખાસ ધ્યાન રાખો કે આધાર કાર્ડ એ ફક્ત એક ઓળખ કાર્ડ છે તે નાગરિકત્વ નું પ્રમાણપત્ર નથી.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં આધારકાર્ડ નો ઉપયોગ દરેક જગ્યા પર થાય છે કોઈપણ સરકારી કામ હોય કે બિન સરકારી કામ હોય તેની અંદર તમારા ઓળખ તરીકે આધાર કાર્ડ આપવું ફરજિયાત થઇ ગયું છે.

બેંકમાં ખાતું ખોલાવવા, રેશન લેવા, સિમકાર્ડ લેવા, પાસપોર્ટ કઢાવવા વગેરે કોઈપણ દસ્તાવેજ ને લગતું કામ હોય તેમાં આધારકાર્ડ ખૂબ જ જરૂરી છે.

આધારકાર્ડ એ મહત્વના દસ્તાવેજોમાંનું એક છે. જો તમારા આધારકાર્ડમાં ખોટી વિગતો હશે તો તમારે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડશે એટલે આધારકાર્ડ ની અંદર તમારું નામ, જન્મતારીખ બધું એકદમ સાચું અને સચોટ હોવું જોઈએ.

મિત્રો જો તમે આધારકાર્ડને લગતી કોઇપણ સમસ્યાથી પરેશાન છો અને તમારે તેનો ઉકેલ જોઈએ છે તો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા એક હેલ્પલાઈન નંબર બહાર પાડવામાં આવ્યો છે.

આ નંબર પર તમે કોલ કરીને અલગ-અલગ 13 ભાષામાં ઉકેલ મેળવી શકો છો. મિત્રો આ હેલ્પલાઇન નંબર છે 1947.

મિત્રો હવે આપણે જાણીએ કે આ 13 ભાષાઓ કઈ-કઈ છે તો આ ભાષાઓમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, આસામી, બંગાળી, કન્નડ, મલયાલમ, મરાઠી, પંજાબી, ઓડિયા, તમિલ, ઉર્દુ, તેલુગુ નો સમાવેશ થાય છે.

તો મિત્રો તમે આ ટોલ ફ્રી નંબર 1947 પર કોલ કરીને અલગ અલગ 13 ભાષાઓમાં આધાર સંબંધિત કોઈપણ માહિતી મેળવી શકો છો.