બગસરા તાલુકાના કાગદડી ગામે બોરમાંથી મોટર કાઢતા લાગ્યો વીજ કરંટ, બે ખેડૂતોના મોત

બગસરા નજીક આવેલ કાગદડી ગામની સીમમાં બોરમાંથી મોટર કાઢવા માટે ઘોડીનો દંડો ઉભો કરવા જતા અકસ્માતે ઘોડીનો દંડો ઉપરથી પસાર થતી વીજળીની ઇલેવન લાઈનને અડી જતા ઘટનાસ્થળે જ બે ખેડૂતોના ઇલેક્ટ્રિક શોક લાગતા મૃત્યુ થયા હતા.

આ નાનકડા એવા ગામમાં એક સાથે બે શ્રમિકોના મોતના બનાવને લઇને ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બગસરાના કાગદડી ગામે રહેતા અને સીમમાં પોતાનું ખેતર ધરાવતા જયસુખભાઇ હરિભાઈ કાનાણીની વાડીમાં બગસરા તાલુકાના સમઢીયાળા ગામે રહેતા યુવરાજભાઇ પુનાભાઈ ગઢિયા અને મૂળ રાજસ્થાનના વતની અને હાલ કાગદડી ગામે રહેતા પીન્ટુ ભાઇ રામજીભાઇ ગરાસીયા બોરમાંથી મોટર કાઢવા માટે આવ્યા હતા.

મોટર કાઢવા માટે સૌપ્રથમ ઘોડીનો દંડો ઊભો કરવાનો હોય છે જેમાં ઘોડીનું હેન્ડલ ફેરવતા હતા તે વખતે અકસ્માતે ત્યાંથી પસાર થતી ઇલેવન લાઈનના તારને દંડો અડી જતા ઘટનાસ્થળે જ આ બંને વ્યક્તિના મોત નિપજ્યા હતા તેવું વાડીના માલિકે બગસરા પોલીસમાં જાહેર કર્યો હતું.

આ ઘટનાને પગલે બગસરા પોલીસ અને પીજીવીસીએલની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસની કામગીરી શરૂ કરી હતી.

શોક લાગવાને કારણે બંને જણા ફંગોળાઈને દૂર ફેંકાઈ ગયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ ઘટના બાદ આસપાસના ખેડૂતો સહિત અનેક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108ને જાણ કરતાં એમ્બ્યુલન્સ પણ દોડી આવી હતી.

ત્યારબાદ બન્નેને પોસ્ટમોર્ટમ માટે બગસરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાંથી ડોક્ટરે આ બંનેને મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરી હતી.

ખેડૂત અને ખેત મજુરના મોત બાદ પરિવાર અને સગા સંબંધી સહીત ગામમાં શોકનો માહોલ ઉભો થયો હતો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.