ગુજરાત ઉપર એક સાથે બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ વિસ્તારોમાં વરસાદની આગાહી

મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્ય પર એક સાથે બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તારીખોમાં પડશે વરસાદ:

7 જૂનના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર, રાજકોટ, અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે 8 જૂને અમરેલી, ભાવનગર, પોરબંદર, નવસારી, સુરત અને ભરૂચમાં વરસાદની આગાહી કરાઈ છે. 9 જૂનના રોજ જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, વડોદરા, ભરૂચ અને સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 જૂને રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, મહિસાગર, દાહોદ, ખેડા અને પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 જૂને જુનાગઢ, અમરેલી, મહીસાગર, ખેડા, પંચમહાલ અને દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી:

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાની આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે 28-29 જૂનથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે અને 9, 10 અને 11 જુને ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે. સાથે 11 અને 12 જુને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. 15 થી 19 જૂન વચ્ચે ગુજરાતમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ થશે જ્યારે મધ્ય અને પૂર્વ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના છે.

આગામી 20 જૂન સુધી ચોમાસું બેસી જાય તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે પરંતુ આ પહેલા પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં પવન સાથે વરસાદ પણ પડી શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.

આવી જ અપડેટ મેળવવા માટે પેઈઝને લાઇક અને ફોલો કરી લેજો…