ખેડૂતો માટે બે-બે રાહતના સમાચાર, ખેડૂતો ખાસ જુઓ

મિત્રો ખેડૂતો માટે પ્રથમ રાહતના સમાચાર એ છે કે ગુલાબ વાવાઝોડાને કારણે અરબ સાગરમાં ઉત્પન્ન થયેલું શાહીન વાવાઝોડું કરાચી તરફ સરકી ગયું છે એટલે કે હવે તેની અસર ગુજરાત ઉપર જોવા નહીં મળે.

આ શાહીન વાવાઝોડું ઈરાન અને પાકિસ્તાનની બોર્ડર તરફ આગળ વધી રહ્યું છે. ખેડૂત મિત્રો ઘણા સમયથી વરાપની રાહ જોઈ રહ્યા હતા તે હવે પૂર્ણ થશે. વરસાદને કારણે ખેતીના કામ જે અટકી ગયા હતા તે હવે ફરીથી શરૂ થશે.

બીજા મહત્વના રાહતના સમાચાર કે સરકારે નક્કી કરી દીધા આ પાકો ના ટેકાના ભાવ.

મિત્રો 1 ઓક્ટોબરથી રાજ્યમાં મગફળી માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ રહ્યું છે આ સાથે બાજરી, મકાઈ અને ડાંગરની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ થવા જઈ રહી છે આ માટેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર વચ્ચે ખેડૂતો કરી શકશે અને 16 ઓક્ટોબરથી ખરીદી શરુ થશે.

આ માટેના તમામ ઓર્ડર  લાગતા વળગતા વિભાગોને આપી દેવામાં આવ્યા છે. મગફળીની ટેકાના ભાવે ખરીદી લાભ પાંચમથી શરૂ થશે તેવું સરકારે જણાવ્યું છે.

  • બાજરી 450 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવે ખરીદી કરાશે.
  • મકાઈ 374 રૂપિયા કિલોના પ્રતિ 20 કિલોના ભાવે ખરીદી કરાશે.
  • ડાંગર 388 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવે ખરીદી કરાશે.
  • મગફળી 1110 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવે ખરીદી કરાશે.

તો મિત્રો આ હતા ખેડૂતો માટે સૌથી મહત્વના બે રાહતના સમાચાર. માહિતી પસંદ આવી હોય તો અન્ય ખેડૂત મિત્રો સુધી આ માહિતીને શેર કરવાનું ના ભૂલતા. ધન્યવાદ. જય જવાન જય કિસાન