ચાર કરોડ રૂપિયામાં વેચાય છે આ બે મોઢાવાળો સાપ, એવો થાય છે તેનો ઉપયોગ કે જાણીને પગ નીચેથી જમીન સરકી જશે

સાપનું નામ સાંભળતા જ લોકોના મનમાં એક જ વિચાર આવે છે કે સાપ કરડવાથી મૃત્યુ થઈ જાય છે કેમકે તે ખૂબ ઝેરી હોય છે.

મિત્ર સાપ બે પ્રકારના હોય છે : ઝેરી અને બિનઝેરી. ઘણા એવા પણ સાપ છે જેનો ઉપયોગ તંત્રવિદ્યા અને દવાઓ બનાવવા માટે પણ થાય છે.

ખાસ કરીને બે મોઢાવાળા સાપની આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ જ ઊંચી માંગ છે તેથી જ આ સાપની બોલી કરોડોમાં બોલાય છે.

હસ્તિનાપુર થી ગઢમુક્તેશ્વર સુધી સમગ્ર વિસ્તાર રેતાળ છે જેને ખાદર કહેવાય છે. આ વિસ્તારોમાં આ પ્રકારના સાપ રહે છે.

આ સાપને પકડવો અને વેચવો ગેરકાયદેસર છે કેમકે આ પ્રકારના સાપ ઓછી માત્રામાં મળી આવે છે એટલે કે તે દુર્લભ કેટેગરીમાં આવે છે.

એટલા માટે આવા સાપની ગુપ્ત રીતે દાણચોરી થાય છે અને બે મોઢા વાળો સાપ આછા પીળા રંગનો હોય છે.

આ પ્રકારના સાપને શોધવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે કેમકે સાપ પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે જમીનની અંદર રહે છે એટલા માટે જમીનને ખૂબ જ ખોદવી પડે છે.

મિત્રો આ સાપનું નામ સેન્ડ બોઆ છે જેનો મુખ્ય ઉપયોગ ફાર્માસ્યુટિકલ કંપનીઓ કરે છે.

ફાર્માસ્યુટિકલ કંપનીઓ ઉત્તેજિત થવાની દવાઓ બનાવવા માટે તેનો મુખ્ય ઉપયોગ કરે છે. આ ઉપરાંત કેટલાક લોકો તેનો ઉપયોગ એઇડ્સ રોગની સારવાર માટે પણ કરે છે.

આપણા દેશમાં તેનો મુખ્ય ઉપયોગ સામાન્ય રીતે તાંત્રિક પદ્ધતિઓમાં થાય છે. તેની જાડી ચામડીને કારણે સાપની ચામડી મોંઘા પગરખા, પર્સ, બેલ્ટ અને જેકેટ જેવી ચામડાની વસ્તુ બનાવવા માટે વપરાય છે.

આ સાપ ઉતર પ્રદેશ, બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ અને બંગાળમાં પણ જોવા મળે છે.

સાપ પકડનારાઓને માત્ર થોડા રૂપિયા મળે છે જેની કિંમત લાખોમાં હોય છે પરંતુ દિલ્હી સહિત મોટા શહેરોમાં તેના એજન્ટો આ સાપને કરોડો રૂપિયામાં વિદેશમાં વેચે છે. ચીન  અને અમેરિકા જેવા દેશોમાં તેની માંગ ખૂબ જ વધુ છે.

ફોરેસ્ટ વિભાગ દ્વારા તેના ઉપર ચાંપતી નજર રાખવામાં આવે છે.

આ સાપ કે જેને સેટ બોઆ કહેવામાં આવે છે જેને બે મોઢા વાળો સાપ કહીએ છીએ પરંતુ વાસ્તવિકમાં તેને એક જ મોઢું હોય છે તેની પાછળની બાજુએ એક પૂછડી છે જે મો જેવી લાગે છે જેથી તેને બે મોઢાવાળો સાપ લોકો કહે છે. ખાસ વાત કે આ સાપ ઝેરી નથી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.