હરીશસિંહ પરમારનો બદલો લેશે ગુજરાતની આ બે દીકરીઓ, આર્મીમાં થયું સિલેક્શન

ગુજરાત માટે સૌથી મહત્વના અને આનંદદાયક સમાચાર કે ગુજરાતની બે દીકરીઓનું ભારતીય સેનામાં સિલેક્શન થયું છે અને બંને દીકરીઓ સગી બહેનો છે.

બોટાદના રહેવાસી પરબતભાઈ દિવસ-રાત છકડો ચલાવીને પોતાનું ગુજરાત ચલાવે છે અને તેમની બંને દીકરીઓનું ભરણપોષણ કરે છે.

આજે તેમના ઘરે આનંદનો માહોલ છે કેમ કે તેની બંને દીકરીઓએ તેમનું નામ રોશન કર્યું છે કેમકે બંને દીકરીઓને દિવસ રાત મહેનત કરીને આજે ભારત માતાની સેવા કરવાનો અવસર મળ્યો છે.

પરબતભાઈ જણાવ્યું કે મારી બંને દિકરીઓ નાની હતી ત્યારથી જ તેઓને રમતગમતમાં અને  દેશ સેવામાં વધારે રસ હતો.

માતાની છત્રછાયા ગુમાવી હોવા છતાં બંને પુત્રીઓમાં ગજબનો આત્મવિશ્વાસ હતો જેથી તેના પિતાએ પુત્રીઓને પ્રોત્સાહિત કરીને આગળ વધવા માટે પ્રેરણા આપી.

બંને પુત્રીઓને આર્મીમાં જોડાવાની ઇચ્છા હતી જેથી તેઓ દિવસ-રાત પરિશ્રમ કરીને પુત્રીઓને પ્રેરણા આપતા હતા.

રિક્ષા ચલાવીને પિતા બંને પુત્રીનું ભરણપોષણ કરતા હતા અને પિતાની આ મહેનતને બંને પુત્રીઓ રંગ લાવી અને તેમને જે કરવું હતું તે તેમણે સાબિત કરી બતાવ્યું અને બંને પુત્રીઓ આર્મીમાં સિલેક્ટ થઇ ગઈ.

બન્ને સગી બહેનોનું સિલેક્શન થતાં આજે તેના ઘરે, ગામમાં અને સમાજમાં આનંદનો માહોલ છે અને બધા લોકો તેને અભિનંદન પાઠવી રહ્યા છે.

બંને બહેનોએ તેમના નાનકડા ગોરકડા ગામનું અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે અને આ સાથે જ અન્ય યુવતીઓ માટે પ્રેરણારૂપ બની ગઈ છે.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.