તુલસી સામે ઊભા રહીને દરરોજ ત્રણ વખત બોલો આ મંત્ર, પછી જુઓ ચમત્કાર

મિત્રો બાળપણથી જ આપણે જોતા આવ્યા છીએ કે આપણા ઘરના વડીલો સવાર-સાંજ દિવા અગરબત્તી કરીને માતા તુલસીની પૂજા કરે છે કેમકે હિન્દુ ધર્મ અનુસાર આ એક પવિત્ર છોડ છે.

કહેવામાં આવે છે કે આ ધરતી પર તુલસી એક વરદાન છે આ ઉપરાંત આયુર્વેદિકની દ્રષ્ટિએ પણ તુલસીનું ખૂબ જ મહત્વ છે.

તુલસી માતા લગભગ બધાના ઘરે જોવા મળશે. કોઈ એવું ઘર બાકી નહિ હોય કે જ્યાં તુલસી માતાનો છોડ ના હોય.

મિત્રો સંસ્કૃત ભાષામાં તુલસી માતાને હરિપ્રિયા નામથી ઓળખવામાં આવે છે કેમકે એક પૌરાણિક કથા અનુસાર આ ઔષધી મૂળથી ભગવાન વિષ્ણુનું મનસંતાપ દૂર થયું હોવાથી તેને હરિપ્રિયા નામ આપવામાં આવ્યું છે.

શાસ્ત્રો અનુસાર જો તમે તમારી બધી મુશ્કેલીઓ અને બધા પાપ દૂર કરવા માંગો છો દરરોજ તુલસી માતાના દર્શન કરવા જોઈએ કેમ કે તુલસીના મૂળમાં ચારે તીર્થધામ હોય છે અને તેના મધ્યભાગમાં દેવીદેવતાનો અને તુલસીના ઉપર ભાગમાં વેદો હોય છે તેથી તુલસી માતાની પૂજા કરવાથી મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે.

આપણે જ્યારે પણ કોઇ પ્રકારની પૂજા ભક્તિ કરતા હોય અને  દેવી-દેવતાઓને ભોગ લગાવતા હોય ત્યારે તેમાં અવશ્ય તુલસીપત્ર મૂકવામાં આવે છે જ્યાં સુધી તુલસીપત્ર ભોગમાં મૂકવામાં ન આવે ત્યાં સુધી તે પ્રસાદ બનતો નથી.

જો તમે માત્ર તુલસીના પાનને ભગવાન વિષ્ણુને ચડાવશો તો તે પ્રસન્ન થઈ જશે.

આજના આર્ટીકલ્સમાં આપણે વાત કરીશું એક એવા મંત્ર વિશે કે જે ખુબ જ ચમત્કારીક છે જ્યારે પણ આપણે તુલસી માતાની પૂજા કરીએ છીએ એટલે કે સવારમાં તુલસી માતાને જળ ચડાવતી વખતે ત્રણ અક્ષરના મંત્રનો ઉચ્ચારણ કરવામાં આવે તો તેનું ફળ ખૂબ જ શુભ મળે છે.

જ્યારે આપણે તુલસી માતાને જળ ચડાવીએ છીએ ત્યારે આ ત્રણ અક્ષરના મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. ઉચ્ચારણ કરતા પહેલા તમારે બે વાર ચપટી વગાડવી જોઈએ અને ત્યારબાદ જ આ મંત્ર બોલવો જોઈએ.

ઓમ સુભદ્રાય નમઃ, ઓમ સુપ્રભાય નમઃ, “मातास्तुलसी गोविंद हृदयानंद कारिणी नारायणस्य पुजार्थॅ चिनोमि त्वा नमोस्तुते”.

જો તમને આ મંત્ર બોલવામાં તકલીફ થતી હોય તો તમે તેને ગુજરાતીમાં પણ બોલી શકો છો જેમ કે “તુલસી માતા ચાલો તમને ગોવિંદ બોલાવે છે, તમે અમારી સાથે ચાલો અને તેમના પ્રસાદમાં તમારે બિરાજવાનું છે.” આટલું કર્યા બાદ જ તમારે તુલસીપત્ર તોડવું જોઈએ અને જળ અર્પિત કરતી વખતે આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ :

“महाप्रसाद जननी सर्व सौभाग्यवर्धिनी आधी व्याधि हरा नित्य तुलसी त्वम् नमोस्तुते”

સવારમાં તુલસી માતાની પૂજા કરતી વખતે આ મંત્ર ઉપરાંત તમારે તુલસીજીને સિંદૂર અને હળદર પણ ચઢાવવા જોઈએ. આ ઉપરાંત કાચું દૂધ પણ ચડાવી શકીએ. આમ કરવાથી તમારા મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

આ સાથે તમે તુલસીના ક્યારે સવાર અને સાંજ ઘીનો દીવો પણ કરો જેથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય.

એક વાતનું હંમેશા ધ્યાન રાખવું કે તુલસીના પાનને ભૂલથી પણ ભગવાન શિવને ચડાવવા ના જોઈએ કેમ કે આમ કરવું એ ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

આવી રીતે તમારા ઘરના આંગણામાં તુલસીનો છોડ હોય તો રોજ સવાર-સાંજ તુલસી માતાની પૂજા થવી જોઈએ અને એકાદશી, રવિવાર અને સૂર્ય કે ચંદ્ર ગ્રહણના દિવસે તુલસીની પૂજા ના કરવી જોઈએ કેમકે તેને શાસ્ત્ર વિરુદ્ધ ગણવામાં આવ્યું છે.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આ માહીતી માત્ર જાણકારી પૂરતી જ સીમિત છે. ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોંચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવોનો કોઈ હેતુ નથી.