આણંદમાં ત્રિપલ અકસ્માત : છ લોકોના મોત, આ વ્યક્તિ વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ!

મિત્રો ગઈ કાલે આણંદ જિલ્લાના સોજીત્રામાં એક મોટો અકસ્માત સર્જાયો હતો.

ત્રિપલ અકસ્માતમાં છ લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા.

મળતી માહિતી પ્રમાણે ત્રિપલ અકસ્માતમાં કાર, બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ સભ્યો તો એક જ પરિવારના હતા.

આ મામલે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને કાર ચાલક વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કાર સોજીત્રાના ધારાસભ્ય પૂનમ પરમારના જમાઈની હોવાની ચર્ચા છે. ધારાસભ્યનો જમાઈ દારૂના નશામાં હોવાનું સ્થાનિક લોકોનો આરોપ છે કેમ કે અકસ્માતનો ભોગ બનેલી આ કારમાંથી MLA લખેલા બોર્ડ પણ મળી આવ્યા હતા.

આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને પોસ્ટ મોર્ટમ અર્થે સોજીત્રા ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે આ 6 મૃતકોના નામ આ પ્રમાણે છે :

જાનવીબેન વિપુલભાઈ મિસ્ત્રી ( સોજીત્રાના રહેવાસી)

વીણાબેન વિપુલભાઈ મિસ્ત્રી ( સોજીત્રાના રહેવાસી )

જીયાબેન વિપુલભાઈ મિસ્ત્રી ( સોજીત્રાના રહેવાસી )

યાસીનભાઈ મોહમ્મદભાઈ વોરા ( સોજીત્રાના રહેવાસી )

યોગેશભાઈ રાજુભાઈ ઓડ ( બોરીયાવિ )

સંદીપભાઈ ઠાકોર ભાઈ ઓડ ( બોરીયાવી )

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.