મોટી દુર્ઘટના / બાળકો ઉપર પડયું 250 વર્ષ જૂનુ પીપળાનું ઝાડ, 14 બાળકો સાથે થયું ના થવાનું…

ચંડીગઢમાં એક શાળાની અંદર મોટી દુર્ઘટના ઘટી છે જેમાં એક ઝાડ પડવાથી કેટલાય બાળકો ઈજાગ્રસ્ત થયા છે અને એક બાળકનું આ દુર્ઘટનામાં મોત પણ થયુ છે.

મિત્રો શાળામાં જ્યારે લંચ બ્રેક પડયો હતો એ અરસામાં આ દુર્ઘટના બની હતી જ્યારે બાળકો લંચ કરી રહ્યા હતા અને ઝાડની પાસે રમી રહ્યા હતા ત્યારે આ ઝાડ જે લગભગ 250 વર્ષ જૂનુ છે અને 70 ફૂટ ઉંચું છે તે તૂટીને પડ્યું હતું.

લંચ ટાઇમમાં બાળકો મોટી સંખ્યામાં રમતા હતા, અચાનક જ આ ઝાડ બાળકો ઉપર પડયું જેમાં એક બાળકનું મોત થયું હતું જ્યારે અન્ય બાળકો ઘાયલ થયા હતા અને આ તમામ બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે આ બાળકોને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

આ દુર્ઘટનાની જાણ થતાં જ બાળકોના વાલીઓ પણ શાળાએ પહોંચી ગયા હતા અને સ્કૂલ બહાર હોબાળો મચાવ્યો હતો.

આ ઘટના ઘટતા જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં સ્કૂલમાં રાહત અને બચાવકાર્ય ચાલુ છે.

આ સમગ્ર ઘટનામાં લગભગ 14 જેટલા બાળકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે જેમાંથી ડોક્ટરે એક બાળક મૃત જાહેર કર્યો છે.

બાળકોના વાલીઓ દ્વારા એવો આરોપ કરવામાં આવ્યો છે કે બાળકોની સુરક્ષાની જવાબદારી શાળા યોગ્ય રીતે ઉઠાવતી ન હતી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.