ભયંકર રેલ અકસ્માત / ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ઉતર્યા, થયું ભારે નુકસાન

મિત્રો મહારાષ્ટ્રમાં નાસિક નજીક એક મોટી રેલ દુર્ઘટના ઘટી હતી.

રવિવારે બપોરે લોકમાન્ય તિલક ટર્મિનસ-જયનગર એક્સપ્રેસ ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટના નાશિક રેલ્વે સ્ટેશનથી આગળ લાહવિત અને દેવલાલી વચ્ચે બની હતી.

આ ઘટનામાં ઘણા બધા પ્રવાસીઓને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ ઘટના બપોરે ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. આ ટ્રેન પવન એક્સપ્રેસ નામથી ઓળખાય છે.

આ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા જોકે પ્રવાસીઓની જાનહાનિના અહેવાલ તાત્કાલિક મળ્યા નથી.

આ અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક રેસક્યુ અને મેડિકલ વાન મોકલવામાં આવ્યા હતા અને રાહત બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

આ અકસ્માતને કારણે પાંચ ટ્રેનો રદ કરવામાં આવી હતી તો કેટલીક ટ્રેનોને ડાઈવર્ટ કરવામાં પણ આવી હતી.

રેલવે અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં હજુ સુધી કોઈના મોતના અહેવાલ મળ્યા નથી ત્યાં રેલવે ટ્રેક ઉપર એક ડેડબોડી મળી આવી હતી પરંતુ તપાસ કરતાં જાણવા મળ્યું કે આ વ્યક્તિ ટ્રેનનો પ્રવાસી ન હતો.

પવન એક્સપ્રેસના નામથી જાણીતી આ ટ્રેન લોકમાન્ય તિલક ટર્મિનસથી જયનગર-દરભંગા જતી હતી.

અકસ્માતને કારણે ટ્રેનના કોચ નંબર A-1 અને B-2  ને ભારે નુકસાન થયું હતું.

ઘટનાસ્થળે પહાડી પર વળાંક હોવાથી કેટલાક ડબ્બા પાટા પરથી ખડી પડયા હતા.

આ ઘટના અગાઉ મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરના દોલતાબાદ યાર્ડમાં શનિવારે એક માલગાડીના 8 ડબ્બા પાટા પરથી ઉતરી જતા ચાર કલાક સુધી રેલવે વ્યવહાર ખોરવાઇ ગયો હતો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.