અચાનક થયું અંધારું અને પછી આવ્યા મોતના સમાચાર : વાવાઝોડાએ મચાવી તબાહી, 100 લોકોના મોત

અમેરિકાના કેન્ટુકીમાં વાવાઝોડાએ તબાહી મચાવી દીધી છે. આ ટોર્નેડો પ્રકારનું વાવાઝોડું હતું જેના કારણે મોટુ નુકશાન થયુ છે.

અમેરિકામાં આ પ્રકારના વાવાઝોડાથી મોટી સંખ્યામાં ઘરો અને ઇમારતોને નુકસાન થયું છે જેના કારણે વીજળીની વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને સમગ્ર અમેરિકામાં અંધારપટ છવાઇ ગયો હતો.

આ ઉપરાંત 58000 જેટલા લોકો પ્રભાવિત થયા હોવાનું અનુમાન છે જેને કારણે અમેરિકાએ મોટી સંખ્યામાં રાહત અને બચાવકાર્ય શરૂ કર્યું છે.

અમેરિકાએ આ ઘટનાને રાજકીય આપતી પણ જાહેર કરી દીધી છે.

Tornado ને કારણે 80 જેટલા મૃત્યુ થયા હોવાની પ્રાથમિક માહિતી આવ્યા બાદ આંકડો 100ને પાર પહોંચી ગયો છે.

કેન્ટુકીમાં આવેલું આ તોફાન પાંચ રાજ્યોમાં તોફાન મચાવી ચૂક્યું છે જેમાં સૌથી વધારે નુકસાન મેફિલ્ડ શહેરમાં થયું હોવાની માહિતી સામે આવી છે.

આ શહેરને તો અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. કેન્ટુકીમાં જ 70 કરતા વધારે લોકોના મૃત્યુ થયા છે ત્યારે ટોટલ આંકડો હજુ પણ વધવાની શક્યતા જોવા મળી રહી છે.

આ પ્રકારના મહાભયાનક વાવાઝોડાને કારણે અનેક વાહનોને નુકસાન પણ થયું છે.  જાનમાલને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જોબીડને તોફાનને લઈને ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટના ગણાવી છે.

તેણે કહ્યું કે આ એક મોટી દુર્ઘટના છે, આ વાવાઝોડામાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે અને કેટલું નુકસાન થયું છે તે અમે હજુ પણ કહી શકતા નથી.

મળતી માહિતી પ્રમાણે કેન્ટુકીમાં અચાનક જ અંધારુ છવાય ગયું અને ભયંકર વાવાઝોડાએ ઘણા લોકોને લપેટમાં લઈ લીધા હતા.

કેન્ટુકીના ગવર્નર એન્ડીએ જણાવ્યું કે આ રાજ્યના ઇતિહાસની સૌથી વિનાશક આપતી છે, એવી આશંકા સેવાઈ રહી છે કે આ દુર્ઘટનામાં 100 કરતાં વધુ લોકોએ જીવ ગુમાવ્યા હશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.