ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું થઈ ગયું એકદમ સરળ : RTOમાં જઈને હવે આ કામ નહીં કરવું પડે : જાણો સંપૂર્ણ પ્રક્રિયા

જે લોકોને ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાનું બાકી છે તેવા લોકો માટે એક મોટા સમાચાર આવ્યા છે. દિવસેને દિવસે આરટીઓની અંદર જે પણ કામો થાય છે તેમાં ઘણા બધા સુધારા વધારા કરવામાં આવતા હોય છે.

હવેથી લોકોને આરટીઓ પર જઈને લેવામાં આવતી ડ્રાઇવિંગ ટેસ્ટની ઝંઝટમાંથી મુક્તિ આપવામાં આવી છે. ભારત પરિવહન મંત્રાલય પાસેથી માન્યતા પ્રાપ્ત કરેલ ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટરમાંથી હવે ટ્રેનિંગ લેવી ફરજીયાત છે.

ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ સેન્ટર તરફથી તમને એક સર્ટિફિકેટ આપવામાં આવશે. જેથી કરીને જ્યારે તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા જાઓ છો તો તમારે ત્યાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નહીં પડે.

ટ્રેનિંગ સેન્ટર 1 જુલાઈ 2021 થી શરૂ કરવામાં આવશે.

માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં મોટાભાગના અકસ્માતોનું એક મુખ્ય કારણ ટ્રેઈન્ડ થયેલા ડ્રાઈવરનો અભાવ છે.

રિપોર્ટ અનુસાર દેશમાં આશરે 22 લાખ ડ્રાઇવરોની અછત જોવા મળે છે. ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ પૂરી થયા બાદ એમનો ટેસ્ટ લેવામાં આવશે અને તેમાં પાસ થનારને એક સેન્ટર તરફથી સર્ટિફિકેટ આપવામાં આવશે અને આ સર્ટિફિકેટના આધારે કોઈ પણ ટેસ્ટ વગર ડ્રાઇવિંગ લાઇસન્સ બની જશે.

*** જુઓ સંપૂર્ણ વિડીયો ***