અખાત્રીજના દિવસે જો તમે સોનુ ના ખરીદી શકો તો લઇ આવો આ 5 વસ્તુઓ, તેનાથી મળશે શુભ ફળ
મિત્રો હિન્દુ ધર્મમાં અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે કોઈપણ શુભ કાર્ય કરવું હોય તે અત્યંત શુભ માનવામાં આવે છે.
આ દિવસે માં લક્ષ્મીની વિધિવત પૂજા કરવામાં આવે છે. જ્યોતિષીઓના મતે અક્ષયતૃતીયાના દિવસે સોનું ખરીદશો ખૂબ જ શુભ માનવામાં આવે છે કેમકે આ દિવસે પ્રાપ્ત થનારી ધન-સંપત્તિ ફાયદાકારક હોય છે.
એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ખરીદેલી કોઈપણ વસ્તુ લાંબા સમય સુધી ચાલે છે અને શુભ ફળ આપે છે.
મિત્રો આપણે જાણીએ છીએ કે હાલમાં સોનાનો ભાવ ખૂબ જ વધારે છે અને દરેક વ્યક્તિ સોનું ખરીદી શકતો નથી.
આજે આપણે વાત કરીશું એવી વસ્તુઓ વિશેની કે જે તમે સોનુના ખરીદી શકો તો કાંઈ નહિ પણ આ 5 વસ્તુઓ અવશ્ય ખરીદવી જોઈએ જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
આ 5 વસ્તુઓથી દેવી લક્ષ્મી અને ધનના દેવતા કુબેરની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
1. કોડી :
ધાર્મિક શાસ્ત્ર પ્રમાણે જો તમે અખાત્રીજના દિવસે કોડી ખરીદો છો તો ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે કેમકે માતા લક્ષ્મીને કોડી ખૂબ જ પ્રિય છે.
જેથી અક્ષયતૃતીયાના પાવન દિવસ પર તમે કોડી ખરીદીને દેવી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો અને માતા લક્ષ્મીની પૂજા કરો અને બીજા દિવસે કોડી ને લાલ કપડામાં લપેટીને તમારી તિજોરીમાં રાખી દો.
2. જવ :
મિત્રો એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયા પર બધા લોકો સોનું ખરીદી શકતા નથી. તો તમે આ દિવસે જવ ખરીદી શકો છો. શાસ્ત્ર પ્રમાણે જવ ખરીદવું સોનું ખરીદવા જેટલુ જ શુભ માનવામાં આવે છે.
આ દિવસે ખરીદેલા જવ ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરો ત્યારબાદ તેને લાલ કપડામાં બાંધીને પોતાની તિજોરીમાં રાખી દો જેનાથી તમારા ઘરમાં ધન-ધાન્ય સમૃદ્ધિમાં વધારો થશે.
3. શ્રી યંત્ર :
મિત્રો અક્ષય તૃતીયા ઉપર સોનું ના ખરીદી શકો તો કંઈ નહીં પણ આ દિવસે શ્રી યંત્ર અવશ્ય ખરીદવું જોઈએ કારણ કે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયા ઘરમાં શ્રીયંત્ર લાવવા માટેનો ખૂબ જ શુભ દિવસ છે જેથી આ દિવસે વિધિપૂર્વક શ્રી યંત્રની સ્થાપના કરો.
4. દક્ષિણાવર્તી શંખ :
અક્ષય તૃતીયાના દિવસે જો તમે દક્ષિણાવર્તી શંખ ખરીદો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે કે માતા લક્ષ્મીને દક્ષિણાવર્તી શંખ ખૂબ જ પ્રિય છે.
એવું કહેવાય છે કે તેને ઘરમાં રાખવાથી હંમેશા સુખ સમૃદ્ધિ આવે છે.
5. ઘડો :
અક્ષય તૃતીયાના પાવન અવસર પર ઘડાની ખરીદી કરવી પણ શુભ માનવામાં આવે છે.
આ દિવસે ઘડો ખરીદવો અને તેને ઘરમાં રાખવો અથવા તેમાં શરબત ભરીને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.
આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.
ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.
જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.