25 ડિસેમ્બરે બદલાઈ જશે આખી દુનિયા, જાણો આ દિવસે શું થશે!

ભવિષ્યમાંથી પોતે આવી રહ્યો છે તેઓ દાવો કરનાર એક વ્યક્તિએ આ મહિનાના અંતમાં દુનિયામાં મોટા ફેરફાર થવાના છે તેવો દાવો કર્યો છે.

આ વ્યક્તિએ જણાવ્યું કે 2021 ના ક્રિસમસ પર એવી મોટી ઘટનાઓ ઘટવાની છે જે માનવજીવનને હંમેશા માટે બદલી નાખશે.

આ ટાઇમ ટ્રાવેલરે જણાવ્યું કે આ ઘટનાથી સમગ્ર દુનિયા ચોંકી જશે.

એક રિપોર્ટ પ્રમાણે પોતાને ટાઈમ ટ્રાવેલ ગણાવતા આ વ્યક્તિએ તેની ભવિષ્યવાણીમાં કહ્યું છે કે 2021 ના છેલ્લા મહિનામાં થવા જઇ રહેલી આ ઘટનાથી આખી દુનિયા બદલાઇ જશે કેમ કે તેનાથી માનવ સભ્યતાનો ઈતિહાસ બદલાઈ જશે.

આ વ્યક્તિએ કોઈ પણ પુરાવા વગર બે તારીખની જાહેરાત કરી છે કે જે દિવસે દુનિયા બદલવાની છે.

તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે 20 ડિસેમ્બરે આઠ લોકોને સૂરજનો સુપરપાવર મળશે અને 25 ડિસેમ્બરે ક્રિસમસ પર વધુ એક મોટી ઘટના ઘટવાની છે જેનાથી સમગ્ર દુનિયા ચોંકી ઉઠશે.

આ વ્યક્તિએ દાવો કર્યો છે કે ક્રિસમસ ઉપર કંઈક મોટું થવાનું છે. આ ઘટનાથી માનવજીવન હંમેશના માટે બદલી જશે અને દુનિયા આ ઘટનાને સદીઓ સુધી યાદ કરશે.

તેમણે જણાવ્યું આ બધી ઘટના બાદ એ સાબિત પણ થઈ જશે કે હું સાચો ટાઈમ ટ્રાવેલર છું એટલે કે હું ભવિષ્યમાંથી આવનાર વ્યક્તિ છું એટલા માટે કોઈએ પણ આ તારીખ ને ભૂલવી ન જોઈએ.

આ વ્યક્તિએ પોસ્ટ કર્યા બાદ દુનિયાભરમાંથી લોકો કોમેન્ટ કરી રહ્યા છે.

એક વ્યક્તિએ કોમેન્ટમાં જણાવ્યું કે આ બિલકુલ સાચી વાત છે કારણ કે ૨૫ ડિસેમ્બરે આપણા બધાના જીવનદાતાનો જન્મદિવસ છે.

તો અન્ય વ્યક્તિએ મજાકમાં કોમેન્ટ કરી કે ક્રિસમસ દર વર્ષે ધામધૂમપૂર્વક ઊજવવામાં આવે છે કેમ આ દિવસે ફેમિલી અને ફ્રેન્ડ ભેગા થાય છે.

તો આવી રીતના 20 અને 25 ડિસેમ્બરે જોવાનું રહ્યું કે દુનિયામાં કંઈક અલગ થાય છે કે નહીં? અને આ વ્યક્તિનો દાવો સાચો પડે છે કે નહીં?

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.