અરબી સમુદ્રમાં સર્જાયેલી ત્રણ-ત્રણ સિસ્ટમને કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી

મિત્રો આપણે જાણીએ છે કે ગુજરાત રાજ્યમાં ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં મેઘરાજા છેલ્લા કેટલાક દિવસોથી ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે અને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હજુ સામાન્ય ઝાપટા પડી રહ્યા છે.

મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વરસાદ લાવે તેવી વધુ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જેને કારણે આગામી ચાર દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્ર પર સાયકલોનિક સરકયુલેશન સર્જાયું છે. આ ઉપરાંત રાજસ્થાન પર પણ એક સિસ્ટમ સક્રિય થઇ છે, આ ઉપરાંત વરસાદ લાવે તેવી બીજી એક સિસ્ટમ પણ સક્રિય થઈ છે.

આ સિસ્ટમને કારણે આગામી ચાર દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જિલ્લામાં અને સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત દીવ-દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 23 જૂન સુધી માંડવી, મુન્દ્રા, કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, વેરાવળ, મૂળ દ્વારકા, દિવ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર, અલંગ, ભરૂચ, પોરબંદરના દરિયાકાંઠે 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે જેથી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.