આ મંદિર ઉપર પાકિસ્તાને ફેંક્યા હતા હજારો બોમ્બ પણ થયો ચમત્કાર અને એક પણ બોમ્બ ના ફૂટ્યો, જાણો કેમ?

મિત્રો ભારત અને પાકિસ્તાન હંમેશને માટે આમને સામને જોવાં મળતા હોય છે કેમ કે ભારત દસ વાર શાંત રહીને વાત કરે તો પણ પાકિસ્તાન તેની અવળચંડાઈ ભૂલતું નથી.

જ્યારે ભારત અને પાકિસ્તાનનો મેચ હોય ત્યારે પણ ખૂબ જ રસાકસી જોવા મળે છે તો જ્યારે યુદ્ધ થયું હશે ત્યારે શું હાલત થઇ હશે વિચારો.

મિત્રો બોર્ડર ફિલ્મની અંદર એક મંદિર બનાવવામાં આવ્યું છે જ્યાં પાકિસ્તાન બોમ્બ ફેંકે છે પરંતુ એક પણ બોમ્બ ફૂટતો નથી. મિત્રો આજે આપણે આ મંદિર વિશે જાણવાનાં છીએ.

રાજસ્થાનના જેસલમેરથી લગભગ 130 કિમી દૂર ભારત-પાક બોર્ડર પર તનોટ માતાનું લગભગ 1200 વર્ષ જુનું મંદિર ઘણા બધા હુમલાઓ બાદ પણ આજે અડીખમ છે.

આ મંદિર હંમેશને માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે પણ 1965ના ભારત-પાકના યુદ્ધ બાદ આ મંદિર દેશ-વિદેશમાં પણ પોતાના ચમત્કારો માટે પ્રસિદ્ધ બની ગયું.

એવું કહેવાય છે કે 1965ના યુદ્ધમાં પાકિસ્તાની સૈન્ય દ્વારા લગભગ 3000 બોમ્બ ફેંક્યા હતા પરંતુ આ મંદિરને જરાપણ આંચ આવી ન હતી અને ખરોચ પણ પહોંચી ન હતી.

મિત્રો મંદિર પરિસરમાં જ 450 બોમ્બ પડ્યા હતા અને જે ફૂટ્યા ન હતા અને આજે તેને મંદિરના એક સંગ્રહાલયમાં દર્શન કરવા માટે રાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત યુદ્ધ બાદ મંદિરની સુરક્ષાની જવાબદારી બોર્ડર સિક્યુરીટી ફોર્સ બીએસએફ દ્વારા કરવામાં આવે છે અને તેમની છાવણી પણ બનાવવામાં આવી છે.

મિત્રો આ મંદિરમાં બિરાજમાન તનોટ માતાને આવડ માતા નામથી પણ ઓળખવામાં આવે છે જે હિંગળાજ માતાનું એક સ્વરૂપ છે.

આ હિંગળાજ માતાની શક્તિપીઠ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સ્થિત છે અને દર વર્ષે ચૈત્ર અને આસો નવરાત્રીમાં વિશાળ મેળાનું આયોજન પણ કરવામાં આવે છે.

આ મંદિર વિશે ઘણી બધી વાર્તાઓ પ્રચલિત છે જેમાં મામડિયા નામના ચારણે સંતાન પ્રાપ્ત કરવા માટે હિંગળાજ શક્તિપીઠની સાત વાર પગપાળા યાત્રા કરી હતી ત્યારે માતા પ્રસન્ન થઈને તેને સ્વપ્નમાં આવીને તેમની ઈચ્છા પૂરી કરી હતી.

ત્યારે ચારણે કહ્યું હતું કે તમે મારે ત્યાં જન્મ લો ત્યારે માતાએ તેમને પ્રાર્થના સ્વીકારી અને પોતાની કૃપાથી ચારણને સાત પુત્રીઓ અને એક પુત્રના જન્મ ના આશીર્વાદ આપ્યા.

આ સાત પુત્રીઓમાંથી એક હતી આવડ જેમણે વિક્રમ સંવત 808 માં ચારણના ઘરે જન્મ લીધો હતો ચારણને સાતેય પુત્રીઓ દૈવીય ચમત્કારોથી યુક્ત હતી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.