હોળીના દિવસે તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે આ વસ્તુઓ રાખી દેજો, અઢળક ધનસંપત્તિ આવશે ઘરમાં

જો મિત્રો તમે આર્થિક પરેશાનીનો સામનો કરી રહ્યા છો અને ખૂબ જ મહેનત કરવા છતાં પણ તમારી આવકમાં વધારો નથી થતો તો મિત્રો આજે આપણે એવા ઉપાયો વિશે વાત કરીશું જે હોળીના દિવસે કરવાથી તમારા કિસ્મતના પટારા ખુલી જશે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ વસ્તુને ઘરના મુખ્ય દરવાજા પાસે લગાવવામાં આવે તો આર્થિક સંકટમાંથી છુટકારો મળી શકે છે અને ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે.

1. તુલસીનો છોડ :

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરના મુખ્ય દરવાજા પાસે તુલસીનો છોડ ચોક્કસપણે લગાવવો જોઈએ અને રોજ સાંજે અને સવારે તુલસીના છોડ પાસે દીવો કરી તેની પૂજા કરવી જોઈએ આમ કરવાથી ઘરમાં ધનની કમી રહેતી નથી.

2. લક્ષ્મીના પગલા :

જો ઘરના મુખ્ય દરવાજા પાસે માતા લક્ષ્મીના પદચિહ્નો પ્રતીક લગાવવામાં આવે તો ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશ નથી અને મા લક્ષ્મીની કૃપા સતત તમારા ઉપર રહેશે.

મા લક્ષ્મીના પદચિન્હોનો ફોટો તમે મુખ્ય દ્વાર પર પણ લગાવી શકો છો. આ ઉપાય કરવાથી આર્થિક સંકટ આપોઆપ દૂર થઈ જાય છે અને મા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

3. તોરણ :

ઘરના મુખ્ય દરવાજા ઉપર આસોપાલવનું અથવા આંબાના પાનથી બનેલું તોરણ અવશ્ય લગાવવું જોઈએ. આ ઉપરાંત તેમાં ફૂલ પણ લગાવી શકાય છે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આસોપાલવ અને આંબાના પાનનું તોરણ ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશવા નથી દેતું અને સુખ-સમૃદ્ધિ અવશ્ય વધે છે.

4. ઘોડાની નાળ :

ઘરના મુખ્ય દરવાજા ઉપર ઘોડાની નાળ લગાવવાથી કોઈની ખરાબ નજર નથી લાગતી અને તમારી ધન-સંપત્તિમાં વધારો થાય છે.

આ ઉપરાંત તમારા ઘરમાં કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશી શકતી નથી.

આ ઉપરાંત ઘરના મુખ્ય દરવાજા ઉપર સૂર્ય યંત્ર, સ્વસ્તિક અને શુભ-લાભનુ પ્રતિક પણ અવશ્ય લગાવવું જોઈએ જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે અને ધન-સંપત્તિમાં વધારો થાય છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.