રોજ જમ્યા પછી આ મુખવાસ ખાઈ લો, સાંધાના દુખાવા, કબજિયાત અને હાડકાંને લગતી તકલીફો થશે દૂર

મિત્રો આજના આર્ટીકલમાં આપણે જાણીશું એક એવા મુખવાસ વિશે કે જેનું સેવન કરવાથી શરીરના તમામ સાંધાના દુખાવા, હાડકાંને લગતી કોઈપણ તકલીફ અને કબજિયાત માંથી તમને છુટકારો મળી શકે છે.

આ મુખવાસમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં રહેલું છે એટલા માટે તમારે કેલ્શિયમની ગોળી ખાવાની પણ જરૂર નહીં પડે.

જો તમે આખું વર્ષ રોજ રાત્રે જમ્યા પછી એક ચમચી મુખવાસ ખાઈ લેશો તો સાંધા અને હાડકાંને લગતી દરેક સમસ્યા દૂર થશે.

આ મુખવાસ ખાવાથી જો તમને ગેસ હોય કે એસિડિટી થતી હોય તમને 95% ફાયદો થશે.

જે લોકોને કબજિયાતની તકલીફ રહેતી હોય એટલે કે જે ખોરાક ખાતા હોય તે બરાબર પચતો ન હોય તો આ મુખવાસ ખાવાથી આ બધી સમસ્યામાં રાહત મળે છે.

હવે આપણે જાણીશું આ મુખવાસ વિશે. આ મુખવાસ કઈ રીતે બનાવવો, તેમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો છે વગેરે.

સફેદ અને કાળા તલ:

સફેદ અને કાળા તલમાં રહેલું તત્વ તમારા હાડકાને કેલ્શિયમ પૂરું પાડે છે અને તેને મજબૂત બનાવે છે.

જો તમારા શરીરમાં પ્રોટીનની સમસ્યા હોય તો તેને પણ દૂર કરે છે.

સૌપ્રથમ તમારે 25 ગ્રામ જેટલા કાળા તલ અને 25 થી 40 ગ્રામ જેટલા સફેદ તલ લેવાના છે.

બંને તલને બરાબર શેકવાના છે, તલ વધારે પ્રમાણમાં દાઝી ન જાય તેનું ધ્યાન રાખો. શેકાયેલા તલને એક વાસણમાં લઈ લો.

વરીયાળી:

30 થી 40 ગ્રામ વરીયાળી લેવાની છે તેને પણ શેકી લેવાની છે પછી આ વરિયાળીને શેકેલા તલ સાથે મિક્સ કરી દો.

અજમો:

10 થી 20 ગ્રામ અજમાં લેવાના છે. ઘણા લોકોને અજમા ભાવતા નથી હોતા પરંતુ તો પણ તમારે અજમાનો ઉપયોગ ફરજિયાત કરવાનો છે.

અજમાને પણ શેકી લેવાના છે. અજમા શેકાઈ જાય પછી તેને વરીયાળી અને તલના મિશ્રણમાં મિક્સ કરો.

હવે આ મિશ્રણને તમારે એક ડબ્બામાં કે બરણીમાં પેક કરી લેવાનું છે.

જ્યારે પણ તમે રાતે જમીને ઊભા થાવ છો ત્યારે આ મુખવાસ તમારે ખાવાનો છે. આ મુખવાસ ખાવાથી તમારા હાડકાને લગતી કોઈપણ પ્રકારની તકલીફ દૂર થાય છે.

આ ઉપરાંત સાંધાના દુખાવા, કબજિયાત, અપચો વગેરે જેવી બીમારીઓ આ મુખવાસ ખાવાથી દૂર થશે.

આ મુખવાસ શરીરના બંધારણ માટે, બાળકો માટે, પુરુષો માટે ખૂબ જ ઉપયોગી મુખવાસ છે.

મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આપણા આ પેજ ને લાઈક કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સગા સંબંધીઓ સાથે આ માહિતીને શેર કરજો.