આ ખેડૂતોને નહીં મળે 10 મો હપ્તો : મોદીનું મહા એલાન, ફટાફટ કરો આ કામ

ખેડૂતો માટે સૌથી મહત્વની યોજના એટલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે જેમાં 2000 ના ત્રણ હપ્તા ખેડૂતોને મળે છે.

દેશભરમાં કરો ખેડૂતો માટે ચાલતી આ સ્કીમના નિયમો બદલાઈ ગયા છે, જો તમે પણ આ યોજનાનો લાભ લો છો તો ફટાફટ કરી લેજો આ કામ નહિતર તમારા ખાતામાં પૈસા નહીં આવે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં હવે રજીસ્ટ્રેશન કરવા માટે રેશનકાર્ડ ફરજિયાત છે જેથી તમે હવે રેશનકાર્ડ વગર રજીસ્ટ્રેશન નહીં કરાવી શકો. એટલે જે ખેડૂત પાસે રેશનકાર્ડ નથી તો તેને નહીં મળે આ યોજનાનો લાભ.

પ્રધાનમંત્રી મોદીએ છેતરપિંડીને અટકાવવા માટે આ પ્રકારનો નિર્ણય કર્યો છે.

જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના ની અંદર પ્રથમ વખત રજીસ્ટ્રેશન કરાવો છો તો તમારા રેશન કાર્ડની ડિટેલ્સ અપલોડ કરવાની રહેશે જેમાં તમારો રેશનકાર્ડ નંબર ઉપરાંત તેની પીડીએફ પણ અપલોડ કરવાની રહેશે.

હવે આધારકાર્ડ, બેંક પાસબુક અને ઘોષણાપત્રની  હાર્ડ કોપી જમા કરવાની અનિવાર્યતાને ખતમ કરી દેવામાં આવી છે જેથી રજિસ્ટ્રેશન પહેલાથી આસાન થઈ જશે અને છેતરપિંડીના કિસ્સાઓમાં પણ ઘટી જશે.

મિત્રો સરકારે ખેડૂતોને 10 મો હપ્તો ક્યારે આપવો તેની તારીખ નક્કી કરી લીધી છે. કેન્દ્ર સરકાર 15 ડિસેમ્બર 2021 પછી ખેડૂતોના ખાતામાં 10 મો હપ્તો જમા કરાવી દેશે. ગયા વર્ષે સરકારે 25 ડિસેમ્બર 2020 ના રોજ હપ્તો જમા કર્યો હતો.

જે ખેડૂત મિત્રોએ હજી સુધીમાં રજીસ્ટ્રેશન નથી કર્યું તો આજે જ રજિસ્ટ્રેશન કરાવી લો જેથી 10 મો હપ્તો તમને મળી શકે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.