1 એપ્રિલ 2022 થી થવા જઈ રહ્યા છે આ 8 મોટા ફેરફારો : આજ જે જ જાણી લો

મિત્રો આપણે જાણીએ છીએ 1 એપ્રિલથી નાણાકીય વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે જેને લઇને દેશમાં ઘણા બધા નિયમોમાં ફેરફાર જોવા મળશે જેની સીધી અસર આવક, ખર્ચ અને રોકાણ ઉપર પડશે.

હવે આપણે જાણીએ એવા 8 નિયમો અને ફેરફારો વિશે જેની સીધી અસર લોકોના જીવન પર પડવાની છે.

1. 2.5 લાખ રૂપિયાથી વધુના પીએફ ખાતામાં જમા કરવામાં આવેલા વ્યાજ પર આવકવેરો લાગશે.

2. નવા cryptocurrency ના બિલ પ્રમાણે હવેથી વર્ચ્યુઅલ ડિજિટલ અથવા cryptocurrency ના વેચાણથી થતા નફા ઉપર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.

3. 1 એપ્રિલ 2022 થી માણસ માટે સામાન્ય દવાઓ ઉપરનો ખર્ચો વધી જવાનો છે. લગભગ 800 કરતાં વધારે આવશ્યક દવાઓના ભાવમાં 10 ટકાનો વધારો થયો છે.

4. પોસ્ટ ઓફિસની ઘણી રોકાણ યોજનામાં મળતું વ્યાજ હવે રોકડમાં ઉપલબ્ધ રહેશે નહીં એટલા માટે બચત ખાતું ખોલાવવું પડશે.

5. હવેથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ યુપીઆઈ અથવા નેટ બેન્કિંગ દ્વારા જ કરી શકાશે ચેક કે બેંક ડ્રાફ્ટ વગેરે કામ કરશે નહીં.

6. જે લોકો પાનકાર્ડને આધારકાર્ડ સાથે લીંક નહીં કરાવે તો તેઓએ દંડ ભરવો પડશે. સરકાર દ્વારા હવે આ સમય મર્યાદાને થોડી લંબાવવામાં આવી છે.

7. અઢી લાખ રૂપિયાથી વધુના ઈપીએફ ખાતામાં જમા વ્યાજ ઉપર આવકવેરો લાગશે અને સરકારી કર્મચારીઓ માટે આ મર્યાદા પાંચ લાખ રૂપિયાની છે.

8. 45 લાખ રૂપિયા સુધીનું એફોર્ડેબલ ઘર પહેલીવાર ખરીદનારાઓને હવે હોમ લોનના વ્યાજ પર દોઢ લાખ સુધીની વધારાની કર કપાતનો લાભ નહીં મળે.

આ ઉપરાંત ઘણા બધા એવા નિયમો છે જેમાં ફેરફાર થવાના છે જેમાં વાહનોની કિંમતમાં પણ વધારો આવશે. ટાટા મોટર્સ, ટોયોટો થી લઈને બી.એમ.ડબલ્યુ સુધીની કારની કિંમત 2.5 ટકાથી 3.5 ટકા સુધીનો વધારો થવા જઈ રહ્યો છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.