શરદ પૂર્ણિમાની રાતે કરો આ 6 કામ, થઈ જશો માલામાલ

શરદ પૂર્ણિમાનું મહત્વ શાસ્ત્રોમાં ખાસ માનવામાં આવે છે કેમકે આ દિવસે સાક્ષાત માતા લક્ષ્મી સ્વર્ગલોકમાથી પૃથ્વી ઉપર આવે છે અને પૃથ્વી ઉપર ભ્રમણ કરે છે.

ત્યારે આ દિવસે જો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવામાં આવે તો તમારા ઉપર ધનલક્ષ્મીની વર્ષા અવશ્ય થાય છે.

માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે જો તમે આ છ માંથી કોઈ એક પણ કામ કરશો તો તમે થઈ જશો માલામાલ એટલે કે તમારા ઘરમાંથી ધનની તંગી દૂર થશે.

1. લક્ષ્મી માતાજી ને લાલ અને પીળા રંગની સામગ્રી ચઢાવવાથી માતા પ્રસન્ન થાય છે અને તમારા ઉપર કૃપા વરસાવશે.

2. મોરપીંછ ને વાંસળી ની અંદર બાંધીને પુજા કરવાથી ધનલાભ થાય છે.

3. ચાર દિવેટ વાળો ચોખા ઘીનો દીવો કરો જેનાથી ધનલાભ થવાના યોગ છે.

4. ઘરના પાણીયારા માં માતા લક્ષ્મી નો વાસ હોવાથી પાણીયારા ઉપર સાથીયો કરવો જોઈએ.

5. દક્ષિણાવર્તી શંખમાં કેસરવાળું દૂધ ભરીને ભગવાન વિષ્ણુ નો અભિષેક કરો તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સાધકને માલામાલ કરે છે.

6. સાંજના સમયે ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને તેમાં થોડું કેસર પણ નાખો જેનાથી તમારો રોકાયેલું ધન પાછું આવવાના યોગ બને છે.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.