નવા વર્ષથી 1-1-2022 થી બદલાઈ જશે આ છ નિયમો, જાણો શું થશે તમારા ખિસ્સા પર અસર

1 જાન્યુઆરીથી એટલે કે નવા વર્ષથી ઘણા બધા નિયમો છે જેમાં ફેરફારો થવાના છે જેની સીધી અસર આપણા ખિસ્સા પર પડી શકે છે.

1. ડેબિટ-ક્રેડિટ કાર્ડના નિયમો:

1 જાન્યુઆરીથી ડેબિટ ક્રેડિટ કાર્ડના ગ્રાહકોને ઓનલાઈન પેમેન્ટ કરવા પર લાગી શકે છે મોટો આંચકો.

આ ફેરફાર ડેબિટ અને ક્રેડિટ કાર્ડની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યા છે.

આરબીઆઈ 1-1-2022 થી નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે. આરબીઆઇએ ગ્રાહકોનો ડેટા કાઢી નાખવા અને તેની જગ્યાએ વ્યવહારો કરવા માટે encrypted ટોકનનો ઉપયોગ કરવાનું કહ્યું છે.

2. એટીએમમાંથી પૈસા ઉપાડવા થશે મોંઘા:

નવા વર્ષથી એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થઈ જશે.

આરબીઆઈ દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે તે પ્રમાણે હવે ગ્રાહકોએ નિશ્ચિત મર્યાદા પછી ATM ટ્રાન્ઝેક્શન માટે વધારે રૂપિયા ચૂકવવા પડશે.

1 જાન્યુઆરીથી બધી બેંકોએ એ.ટી.એમ. ચાર્જમાં પાંચ ટકાનો વધારો કર્યો છે એટલે કે હવે લિમિટ પૂરી થયા બાદ ગ્રાહક એટીએમમાંથી રોકડ ઉપાડશે તો દરેક રોકડ ઉપાડવા પર 21 રૂપિયા ચૂકવવા પડશે.

3. પોસ્ટ ઓફિસના નિયમોમાં ફેરફાર:

1 જાન્યુઆરીથી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક IPPB રોકડ ઉપાડ અને જમા કરાવવાના શુલ્કમા સુધારો કરવા જઈ રહી છે.

નવા નિયમ પ્રમાણે 1 જાન્યુઆરીથી જો IPPB એકાઉન્ટ ધારક નિર્ધારિત લિમીટને વટાવીને પૈસા જમા કરે છે તથા ઉપાડ કરે છે તો તેને વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.

4. Google ની એપ્લિકેશનના નિયમો બદલાશે:

Google આવતા મહિનાથી તેના ઘણા બધા નિયમોમાં ફેરફાર કરશે જેની સીધી અસર તમારા ખિસ્સા પર થવાની છે.

તમારે google ads, youtube, google play store વગેરે જેવી google સેવાઓ માટે વધારાની ચૂકવણી કરવી પડી શકે છે.

આ ઉપરાંત આવતા મહિનાથી રૂપે, અમેરિકન એક્સપ્રેસ અથવા diners કાર્ડનો ઉપયોગ કરો છો તો google તમારા કાર્ડની વિગતો સાચવશે નહીં અને દરેક પેમેન્ટ કરતી વખતે મેન્યુઅલ કાર્ડની વિગતો દાખલ કરવી પડશે.

5. એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર:

દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ દ્વારા ગેસ સિલિન્ડરની કિંમત નક્કી કરવામાં આવતી હોય છે.

છેલ્લા ઘણા મહિનાઓથી ગેસના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આવતા મહિને કે નવા વર્ષની શરૂઆતમાં ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ ફેરફાર જોવા મળશે.

6. બેંક લોકરના નિયમો બદલાશે:

આરબીઆઇની ગાઈડ લાઈન પ્રમાણે બેંક લોકરની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી બેંકની રહેશે.

નિયમો પ્રમાણે લોકરમાં આગ, ચોરી, ઘરફોડની ઘટનામાં બેંકની સંપૂર્ણ જવાબદારી રહેશે.

આવા કિસ્સામાં બેંકે ગ્રાહકને લોકરના વાર્ષિક ભાડાના સો ગણા ચૂકવવાના રહેશે.

આ ઉપરાંત બીજી તરફ તો ભૂકંપ, પૂર જેવી કુદરતી આફતોના કારણે લોકરને નુકસાન થાય તો આવા નુકસાન માટે બેંક જવાબદાર રહેશે નહીં.