1 એપ્રિલથી લાગુ થઈ થવા જઈ રહ્યા છે આ મહત્વના નિયમો અને ફેરફાર / તમારા ખિસ્સા પર અસર પડે તે પહેલા જ જાણી લો

મિત્રો આપણે જાણીએ છીએ કે 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને સાથે જ મોટાભાગના નિયમો અને ફેરફારો થવાના છે જે તમારા ખિસ્સા અને તમારા જીવન સાથે સંબંધિત છે.

1. વાહનનું રજીસ્ટ્રેશન થશે મોંઘુ :

દિલ્હી સિવાય સમગ્ર દેશમાં 1 એપ્રિલથી 15 વર્ષથી જુના વાહનોનું રી-રજીસ્ટ્રેશન મોંઘુ થઈ જશે.

હિન્દુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ મુજબ તમામ 15 વર્ષ જૂની કારના રજીસ્ટ્રેશન રીન્યુ કરવાનો ખર્ચ વર્તમાન રૂપિયા 600 ની સામે 5000 થઈ જશે એટલે કે આવતા મહિનાથી રજીસ્ટ્રેશન રિવ્યૂ કરવાનો ખર્ચ આઠ ગણો વધી જશે.

ટુ વ્હીલર ધરાવતા વાહનચાલકોએ 300 રૂપિયાને બદલે એક હજાર રૂપિયા ચૂકવવા પડશે. ઈમ્પોર્ટેડ કાર માટે રજીસ્ટ્રેશનની કિંમત 15 હજાર રૂપિયાને બદલે 40 હજાર રૂપિયા થઈ જશે.

જો પુનઃનોંધણી કરવામાં વિલંબ થશે તો ખાનગી વાહનો માટે દર મહિને વધારાના 3000 રૂપિયાનો ખર્ચ થશે અને ખાનગી વાહનો માટે દર મહિને 500 રૂપિયા દંડ થશે.

2. પોસ્ટ ઓફિસમાં ચાલતી યોજનાઓમાં ફેરફાર :

1 એપ્રિલથી પોસ્ટ ઓફિસની કેટલીક યોજનાઓના નિયમો બદલાઈ રહ્યા છે જેમાં 1 એપ્રિલથી ગ્રાહકોને હવે ટાઇમ ડિપોઝિટ ખાતુ રાખવું પડશે.

વરિષ્ઠ નાગરિક બચત યોજના અને માસિક આવક યોજનામાં રોકાણ કરવા માટે તમારે બચત ખાતું અથવા બેંક ખાતુ ખોલાવવું પડશે.

આ ઉપરાંત નાની બચતમાં જમા રકમ પર વ્યાજ મળતું હતું તે હવે પોસ્ટ ઓફિસમાં બચત ખાતા અથવા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

3. પીએમ કિસાન યોજના નો હપ્તો :

મિત્રો સરકાર દ્વારા દર વર્ષે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે.

અત્યાર સુધી સરકાર દ્વારા પી.એમ કિસાન યોજનાના 10 હપ્તા જમા કરવામાં આવ્યા છે એટલે કે હવે આગામી એટલે કે 11 મો હપ્તો ક્યારે ખાતામાં આવશે તેની રાહ ખેડૂતો આતુરતાથી જોઈ રહ્યા છે.

એક અહેવાલ પ્રમાણે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો એપ્રિલના પહેલા સપ્તાહમાં ટ્રાન્સફર થઈ શકે છે.

આ અગાઉ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 10 મો હપ્તો 1 જાન્યુઆરી 2022 ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

4. અકસ્માતમાં મળશે આઠ ગણું વળતર :

મિત્રો રોડ અકસ્માતમાં હિટ એન્ડ રન કેસમાં સરકારે નિર્ણય લીધો છે. હવે રોડ અકસ્માતમાં મૃત્યુ થવા ઉપર પરિવારને આઠ ગણું વળતર મળશે.

હિટ એન્ડ રન કેસમાં પીડિતના નજીકના સંબંધીઓને 1 એપ્રિલથી આઠ ગણું વળતર વધારીને બે લાખ રૂપિયા કરવામાં આવ્યું છે.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના એક નોટિફિકેશનમાં જાણકારી આપવામાં આવી છે કે આવા કિસ્સાઓમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને વળતરની રકમ પણ 12500 રૂપિયાથી વધારીને 50000 રૂપિયા કરવામાં આવી છે.

5. ડીડી ફ્રી ડીશ પર ચેનલ ઘટશે :

1 એપ્રિલ 2022 થી ચાર મોટા broadcasters પ્રસાર ભારતીની માલિકીના ફ્રી ડાયરેક્ટ ટુ હોમ (D2H) પ્લેટફોર્મ પરથી તેમની સામાન્ય મનોરંજન ચેનલો દૂર કરવા જઈ રહ્યા છે.

ડીડી ફ્રી ડીશ માંથી જે ચેનલો દૂર કરવામાં આવી રહી છે તેમાં સ્ટાર ઉત્સવ, જી અનમોલ, કલર્સ રીસ્તે અને સોની પલ છે. આ ચેનલ હવે માત્ર કેબલ, ટાટા પ્લે અને Airtel DTH પ્લેટફોર્મ ઉપર જ ઉપલબ્ધ થશે.

6. મકાન ખરીદવું થશે મોંઘુ :

મિત્રો જે લોકો હોમ લોન લઈને ઘર ખરીદે છે તેમાં લોન ઉપર વાર્ષિક 3.50 લાખના વ્યાજની ચુકવણી પર ટેક્સ છૂટનો લાભ મળી રહ્યો છે.

હવે એક એપ્રિલ 2022થી કેન્દ્ર સરકારે પ્રથમ વખત ઘર ખરીદનારાઓને કલમ 80EEA હેઠળ કરમુક્તિનો લાભ આપવાનું બંધ કરવા જઈ રહી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.