આ પાંચ છોડ આંગણામાં લગાવો પછી જુઓ ચમત્કાર, ચુંબકની જેમ ખેંચાઈ આવશે પૈસા

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમારા ઘરના આંગણામાં આ પાંચ છોડ ઉગાડશો અથવા લગાવશો તો તમે તેનો ચમત્કાર જોઈ શકશો કેમકે ત્યારબાદ ચુંબકની જેમ ખેંચાઇ આવશે તમારા ઘરમાં રૂપિયા.

આ છોડ લગાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે.

1. વાંસનો છોડ:

ઘરમાં વાંસનો છોડ લગાવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

જો તેને ઇશાન ખૂણામાં ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવામાં આવે તો ઘર પર પૈસાનો વરસાદ થશે.

આ છોડ જે ઘરમાં હોય છે ત્યાં ક્યારેય સુખ સમૃદ્ધિની કમી રહેતી નથી.

2. તુલસીનો છોડ:

મોટાભાગના ઘરોમાં તુલસીનો છોડ હોય છે અને બધા લોકો સવાર-સાંજ તેની પૂજા પણ કરતા હોય છે.

તુલસીને માતા લક્ષ્મી નો અંશ માનવામાં આવે છે. આ ઉપરાંત આ છોડ ઘરમાં સકારાત્મકતા અને સુખ-સમૃદ્ધિ લાવે છે.

તુલસીના છોડ નો ઉપયોગ ઔષધી તરીકે પણ કરવામાં આવે છે.

3. હળદરનો છોડ:

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો ઘરમાં હળદરનો છોડ હોય તો તેને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

તેનો સીધો સંબંધ ગુરુ ગ્રહ સાથે છે અને ગુરૂ ગ્રહને જ્યોતિષશાસ્ત્રમાં સૌથી વધારે શુભ ગ્રહ માનવામાં આવે છે.

જો વ્યક્તિની કુંડળીમાં ગુરૂ ગ્રહ મજબૂત હોય તો તે ખૂબ જ સફળતા મેળવે છે. ઉપરાંત માન-સન્માન પણ મેળવે છે.

ઘરમાં હળદરનો છોડ લગાવી રોજ તેની પૂજા કરો તમારી બધી મનોકામના પૂર્ણ થતા વાર નહીં લાગે.

4. ક્રાસુલા:

ક્રાસુલા ને મની ટ્રી પણ કહેવામાં આવે છે એટલે કે પૈસા નું ઝાડ.

આ છોડ જે ઘરમાં હોય છે તે દિવસ-રાત પૈસા કમાઈ છે આ છોડ ઘરના મુખ્ય દ્વારની નજીક લગાવવો જોઈએ.

5. લજામણીનો છોડ:

જો તમારા ઘરના આંગણામાં લજામણીનો છોડ હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે કેમકે તેનાથી ઘરમાં બરકત આવે છે.

જો કુંડળીમાં શનિદોષ છે તો લજામણીના છોડની નીચે સરસોના તેલનો દીવો કરવાથી સારું ફળ મળે છે.

તો મિત્રો આવી રીતે આ પાંચ એવા છોડ છે જે તમારા ઘરના આંગણામાં હોવા જોઈએ.

આ 5 માંથી કોઈ 1 છોડ પણ તમારા ઘરમાં હોય તો સુખ-શાંતિ અને સમૃદ્ધિ તમને પ્રાપ્ત થશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.