ગુજરાતમાં ઉતરાયણના દિવસે કાતિલ ઠંડીની આગાહી | આ તારીખે થશે માવઠું : અંબાલાલ પટેલ

મિત્રો છેલ્લા ઘણા દિવસથી ગુજરાત રાજ્યની અંદર કાતિલ ઠંડી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે બે દિવસ ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે કે આ વખતે ઉત્તરાયણમાં ઠંડીનો ચમકારો જોવા મળશે જેના કારણે પતંગ રસિયાઓની  સવારના સમયની મજા બગડી શકે છે.

આ ઉપરાંત ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેવાથી પતંગરસિયાઓની મજા બગાડશે નહીં.

આ દિવસે 11 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉતરાયણના દિવસે બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, કચ્છ, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગરમાં કોલ્ડવેવ રહેશે.

જેને લઇને આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત રાજ્યમાં 13 જાન્યુઆરીથી જોરદાર ઠંડી પડશે. અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાત અને ખાસ કરીને કચ્છમાં ઠંડીનું જોર વધુ રહેશે.

આ જિલ્લાઓમાં 8 ડિગ્રી સુધી તાપમાન ગગડી જવાની શક્યતા છે અને ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે 30 થી 33 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા જોવા મળી રહી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 18 થી 20 જાન્યુઆરી દરમિયાન ત્રણ દિવસ કમોસમી વરસાદ પડશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત ફેબ્રુઆરી મહિના પણ માવઠાની શક્યતા જોવા મળી રહી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં કાતિલ ઠંડી પડશે.

આ ઉપરાંત આગામી તારીખ 18, 19, 20 જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસશે જેને કારણે રવિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડીની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.