જો આવું નહીં કરો તો માત્ર 30 દિવસમાં તમારું સીમકાર્ડ થઈ જશે બંધ, જલ્દી જુઓ આ વીડિયો

ટેલિકોમ વિભાગ દ્વારા એક મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણયમાં વધારે સીમકાર્ડ ખરીદવાની છૂટ પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું છે.

એટલે કે ટેલીકોમ વિભાગના નવા નિયમ અનુસાર હવે તમે 9 કરતાં વધારે સીમ નહીં રાખી શકો અને 9 કરતાં વધારે સીમકાર્ડ હશે તો તમારે સીમ કાર્ડ વેરિફિકેશન કરાવવું જરૂરી થઇ ગયું છે.

સીમ કાર્ડ વેરીફાઈ નહીં થાય તો તેને બંધ કરી દેવામાં આવશે.

મિત્રો જમ્મુ-કાશ્મીર અને નોર્થ-ઈસ્ટના રાજ્યો માટે સીમકાર્ડની સંખ્યા 6 રાખવામાં આવી છે.

ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં એવું કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોની પાસે અનુમતિ કરતાં વધારે સીમકાર્ડ મળી આવવાની સ્થિતિમાં તેમને પોતાની મરજીનું SIM ચાલુ રાખવા અને બાકીના સીમ કાર્ડ બંધ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવશે.

આ ઉપરાંત ટેલિકોમ ડિપાર્ટમેન્ટ ટેલિકોમ કંપનીઓને આ દરેક મોબાઈલ નંબરને ડેટા બેઝ પરથી હટાવવા માટે પણ કહ્યું છે કે જે સીમકાર્ડ ઉપયોગમાં નથી.

ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જો તમારી પાસે 9 કરતાં વધારે સીમકાર્ડ મળી આવશે તો તમારે દરેક સીમકાર્ડનું વેરિફિકેશન કરવું જરૂરી બનશે.

ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા આ પ્રકારનું પગલું ભરવાનો મુખ્ય ઉદ્દેશ્ય નાણાકીય ક્રાઇમ, આપતિજનક કોલ, છેતરપિંડીની ઘટનાઓને ઘટાડવાનું છે.

ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા દરેક ટેલિકોમ કંપનીઓને આદેશ આપવામાં આવ્યા છે કે જે લોકો 9 કરતાં વધારે સીમ કાર્ડ ધરાવે છે તેને એક નોટિફિકેશન મોકલવામાં આવે.

આવા દરેક સીમકાર્ડની આઉટગોઇંગ સર્વિસને 30 દિવસની અંદર બંધ કરી દેવામાં આવશે જયારે ઇનકમિંગ સર્વિસને 45 દિવસની અંદર બંધ કરી દેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત મોબાઈલ સીમકાર્ડ ધરાવનાર વ્યક્તિ પાસે વધારાનું સીમકાર્ડ હશે તો તેને સરેન્ડર કરવાનો પણ એક ઓપ્શન આપવામાં આવશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.