જિંદગીમાં પહેલીવાર પતંગની દોર હાથમાં પકડનાર તનયનો જિંદગીનો દોર કપાઈ ગયો, પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો

મિત્રો ઉત્તરાયણ નજીક આવી રહી છે અને અકસ્માતના કિસ્સાઓ પણ ધીમે ધીમે સામે આવી રહ્યા છે.

સુરતમાં પતંગ ચગાવતા એક બાળકનો ભોગ લેવાયો છે.

સુરતના અડાજણ પાલ વિસ્તારમાં રહેતા એક પરિવારનો ધોરણ એકમાં અભ્યાસ કરતો બાળક પતંગ ચગાવવા માટે અગાસી ઉપર ગયો હતો અને પતંગ ચગાવતા અગાસીમાંથી નીચે પટકાયો હતો.

જેમાં બાળકનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

એગ્રીકલ્ચર કોલેજમાં પ્રાધ્યાપકના એકના એક દીકરાનું ઉતરાયણ પહેલા આ રીતના થયેલ મોત એ દરેક માતા-પિતાએ જાગૃત રહેવાનો સંદેશો આપી જાય છે.

બાળકના પિતાએ કહ્યું કે કાલે પહેલી જ વાર પતંગ આપ્યો અને માસુમ તનયના જીવનની દોર તૂટી ગઈ.

બાળકના માતાને તો હજી પણ ખબર નથી કે તેનું બાળક આ દુનિયામાં નથી રહ્યું.

આ બાળક ધાબા ઉપરથી પતંગ ચગાવતા ચગાવતા 60 થી 70 ફૂટ ઉપરથી નીચે પટકાયો અને તરત જ તેને ગંભીર ઈજા પહોંચી ગઈ હતી જેને કારણે તેનું મોત થયું હતું.

તનયની આવી હાલત જોઈને એપાર્ટમેન્ટના તમામ રહેવાસીઓ દોડી આવ્યા હતા.

હિરેનભાઈના પત્ની પણ તરત જ નીચે દોડી આવ્યા હતા અને બાળકને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઇ જવાયો હતો પરંતુ ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કર્યો હતો.

આ જાણી પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. ધોરણ એકમાં અભ્યાસ કરતો તનય રોજ નીલકંઠ એવન્યુના બાળ મિત્રો સાથે ધાબા ઉપર રમવા જતો હતો.

તેની મોટી બહેન પણ તેની સાથે જ હોય છે. ગુરુવારની સાંજે તનયે પતંગ ચગાવવાની જીદ પકડી અને માતાએ તેની માટે પતંગ લઈ આપ્યો.

તનય તેની બહેન અને બાળ મિત્રો સાથે ધાબા ઉપર પતંગ ચગાવતો હતો અને અચાનક જ ઉપરથી પટકાતાં બૂમાબૂમ અને ચિચિયારીઓ થતા લોકો ભેગા થઇ ગયા હતા.

બાળકને માથામાં અને છાતીમાં ગંભીર ઈજા પહોંચી હતી પત્નીએ આવીને જોયું તો તનય 60-70 ફૂટ ઉપરથી નીચે પટકાયો હતો.

માથામાં અને છાતીમાં ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

બાળકની માતાને તો એમ જ છે કે તનય હજી હોસ્પિટલમાં દાખલ છે અને સાજો છે.

મૃતકના પિતાએ કહ્યું કે મારું મન જાણે છે કે મેં આખી રાત મારા દીકરાના મૃતદેહ સાથે કેમ વિતાવી છે.

દીકરાના પિતા હિરેનભાઈએ જણાવ્યું કે એગ્રીકલ્ચર કોલેજમાં પ્રાધ્યાપક છું અને દીકરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ થયા પછી ઘરે લઈ જઈશું ત્યારે તેની માતાને કેમ શાંત રાખવી તેની મને ખબર પડતી નથી.

તેની માતા તો દીકરાને મળવાની જીદ પકડીને બેઠી છે અને હાલમાં અડાજણ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.