સુરત તક્ષશિલાકાંડનો ચુકાદો : બિલ્ડરને મૃતકોના વાલીઓને આટલા લાખ રૂપિયા ચુકવવાનો આદેશ

મિત્રો સુરતમાં 24 મે 2019 ના રોજ સાંજના સમયે સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલ તક્ષશિલા કોમ્પલેક્ષમાં ભયાનક આગ લાગી હતી.

આ અગ્નિકાંડમાં એક-બે નહીં પણ 22 માસુમનો જીવ ગયો હતો.

આ ઘટનાના દ્રશ્ય જોઈને અનેક લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા અને હજી પણ તે ઘટનાને યાદ કરતા હૈયુ કંપી જાય છે.

એક બાજુ બિલ્ડિંગના ચોથા માળેથી વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે કુદી રહ્યા હતા અને બીજી તરફ 16 જેટલા બાળકો આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયા હતા.

આ ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોના વાલીઓ ન્યાય મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા હતા.

તક્ષશિલા અગ્નિકાંડમાં સંડોવાયેલ બિલ્ડર હસમુખ વેકરીયા પોલીસની હિરાસતમાં હતો.

હાઇકોર્ટ દ્વારા વાલીઓને ન્યાય આપવા માટે મોટો ચુકાદો આપવામાં આવ્યો છે.

હાઈકોર્ટે હસમુખ વેકરીયાને વાલીઓને 35 લાખનું વળતર આપવાનું કહીને અઢી વર્ષે જામીન ઉપર મુક્ત કર્યો છે.

આ સમગ્ર ઘટનાની અંદર સંડોવાયેલા 14 જેટલા આરોપીઓ પૈકી 12 આરોપીઓને કોર્ટ દ્વારા જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે.

હાલમાં જેલની અંદર માત્ર ટ્યુશન ક્લાસીસ સંચાલક ભાર્ગવ બુટાણી અને બિલ્ડર દિનેશ વેકરીયા જ છે.

હાઇકોર્ટ દ્વારા હસમુખ વેકરીયાને ચાર મહિનાની અંદર જ 35 લાખ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધી 14 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી.

તક્ષશિલા કેસની હાલમાં ટ્રાયલ ચાલી રહી છે અને મૂળ ફરિયાદી તરફથી વકીલ પિયુષ માંગુકિયા દ્વારા બંને પંચની ફેર તપાસની માંગ કરવામાં આવી છે જેની ઉપર આગામી 1 જાન્યુઆરી ના રોજ હુકમ ફરમાવવામાં આવશે.

મિત્રો આ તક્ષશિલા અગ્નિ કાંડમાં પોતાના બાળકોને ગુમાવનાર વાલીઓને કેવો ન્યાય મળવો જોઈએ એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.