સુરતના એક બિલ્ડિંગમાં લાગી આગ, 20 બાળકો ફસાયા આ બિલ્ડિંગમાં…
આજે સુરતના ડભોલી વિસ્તારમાં એક બિલ્ડીંગમાં આગ લાગી હતી.
આ બિલ્ડીંગના બેઝમેન્ટમાં આગ લાગતા 20 વિદ્યાર્થીનીઓ ફસાઈ ગઈ હતી.
ફાયરની ટીમ દ્વારા દીલધડક રેસક્યુ કરીને બધી વિદ્યાર્થીનીઓને બચાવી લેવામાં આવી છે.
ફાયર બ્રિગેડની ગાડી આવીને ત્રીજા માળે ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.
આગના ધુમાડો એટલા બધા ભયંકર હતો કે લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. આ આગ પ્લાસ્ટિકની વસ્તુઓમાં લાગતા વધારે પ્રમાણમાં ધુમાડો ફેલાયો હતો.
ડભોલીના ડિવાઇન સેન્ટર નામના કોમ્પ્લેકસના બિલ્ડિંગમાં બેઝમેન્ટમાં આગ લાગતા ધુમાડો ઉપર સુધી પહોંચી ગયો હતો જેથી વિદ્યાર્થીઓ ઉપર ફસાઈ ગયા હતા જેઓને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
દુર્ઘટનાની જગ્યા પર ફાયરબ્રિગેડના અધિકારીઓ અને પોલીસનો કાફલો પહોંચી ગયો હતો.
આ ઉપરાંત મેયર અને ડેપ્યુટી મેયર સહિતના લોકો પણ પહોંચી ગયા હતા. રેસ્ક્યુની કામગીરી પૂર્ણ થયા પછી બાળકોની હિંમત વધારી હતી.
રેસ્ક્યુ કરાયેલી વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે અમે પરીક્ષાની તૈયારી માટે વાંચન કરી રહયા હતા.
આ દરમિયાન અમે અચાનક જ ધુમાડો જોયો અને રાડારાડ કરવા લાગ્યા અને સાથે જ અમે ફોન પણ કરી દીધા હતા.
તાત્કાલિક ફાયર બ્રિગેડ આવી જતા અમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
પ્લાસ્ટિકની વસ્તુઓમાં આગ લાગી હોવાથી બેઝમેન્ટમાં ધુમાડો વધુ માત્રામાં હતો અને ધુમાડો કાઢવા માટે ફાયરબ્રિગેડ દ્વારા દિવાલમાં બાકોરું પાડવામાં આવ્યું હતું.
કોમ્પલેક્ષની બાજુમાં બાકોરું પાડીને મશીન મૂકી ધુમાડાને બહાર કાઢવામાં આવ્યો હતો.
આવી રીતે સુરતમાં ફરીથી તક્ષશિલા કાંડ થતા બચી ગયો. જો ફાયર બ્રિગેડની ટીમ મોડી આવી હોત અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોત તો આ 20 વિદ્યાર્થીનીઓને બચાવી મુશ્કેલ બની જાત.
ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.
આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.
ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.
જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.