તાવ, શરદી, ઉધરસમાંથી મુક્તિ મેળવવા અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર 100% અસરકારક

મિત્રો જો તમને કે કોઈ આજુબાજુમાં તાવ શરદી અને ઉધરસથી પીડાતું હોય અને દવા લેવાથી પણ જો ફેર ના પાડતો હોય તો તમારે આ ઘરગથ્થુ ઉપચાર અવશ્ય અજમાવવો જોઈએ.

કફની સમસ્યા દૂર કરવા માટે તમારે મીઠાના પાણીના કોગળા કરવા જોઇએ.

સૌપ્રથમ તમારે મોટા ગ્લાસ કે તપેલીમાં પાણી લઈને નવશેકુ ગરમ કરવાનું છે અને તેમાં સપ્રમાણ મીઠું નાખવાનું છે.

પછી તેને બરોબર મિક્સ કરી મોઢાને થોડું આગળથી ઊંચું કરી મોઢામાં પાણી નાખીને કોગળા (ગડગડીયા) કરવાના છે એટલે કે પાણી ગળા સુધી જાય ત્યાં સુધી જવા દેવાનું અને થોડીવાર રાખી પાણી બહાર કાઢી નાખવાનું છે.

આ પાણી ગળે ઉતારવાનું નથી. દિવસમાં આ પ્રક્રિયા ત્રણથી ચાર વખત કરવાની છે એટલે ગમે તેવો કફ હશે એ બહાર નીકળી જશે.

કફ અને ઉધરસની સમસ્યાથી પીડાતા હોવ તો એક ડુંગળી લઈ તેને પીસી નાખવાની છે ત્યારબાદ તેમાં એક લીંબૂનો રસ નાખવાનો છે અને મિશ્રણને એક કપ પાણીમાં નાખી તેને બેથી ત્રણ મિનિટ ગરમ કરવાનું છે.

પછી તેમાં એક ચમચી મધ ઉમેરવાનું. હવે તૈયાર થયેલા મિશ્રણને દિવસમાં ત્રણ વખત પીવાથી એ ઉધરસ અને કફની સમસ્યા તરત જ સમાપ્ત થઈ જાય છે.

જો તમને તાવ આવતો હોય તો બીજોરાનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. બીજોરાના ફળનો રસ સવાર, બપોર અને સાંજ પીવાથી તાવમાં રાહત મળે છે.

તેના પાનથી માલિશ કરવાથી પણ તાવમાં રાહત મળે છે અને દિવસમાં ત્રણ વખત બીજોરાના મૂળની છાલમાંથી બનાવેલ દસથી વીસ મીલી લીટર રસ પીવાથી તાવમાં રાહત મળે છે.

આયુર્વેદમાં લસણને પણ એક ઉત્તમ ઔષધ ગણાય છે લસણમાં બળતરા વિરોધી ગુણધર્મો છે અને લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે તો આ બન્ને વસ્તુનું સેવન કરવાથી કફની સમસ્યા દૂર થાય છે.

આ પ્રયોગમાં તમારે એક કપ પાણી ઉકાળવાનું છે તેમાં ત્રણ લીંબુનો રસ મિક્સ કરો પછી તેમાં થોડું પીસેલું લસણ અને અડધી ચમચી કાળા મરીનો પાઉડર અને એક ચમચી મીઠું નાખો.

આ બધાને સમાન રીતે મિક્સ કરો અને પછી તે રસને પી જાઓ તેનું સેવન કરવાથી કફની સમસ્યા દૂર થશે.

બહેડા, અજમાં અને તુલસીના પાનને 50 એમ.એલ. પાણીમાં એક ચમચી ઘી નાખીને રોજ ત્રણ વખત પીવાથી પિત્ત અને કફથી થતો તાવ દૂર થાય છે.

ગાજરમાં ઘણાં બધાં વિટામિન અને પોષક તત્વો હોય છે જે ખાંસી અને કફ દૂર કરે છે. આ પ્રયોગમાં તમારે ત્રણથી ચાર ગાજર લેવાના છે.

તેમાં થોડું પાણી અને બે-ત્રણ ચમચી મધ નાખી આ મિશ્રણને સરખી રીતે મિક્સ કરો પછી આ મિશ્રણને દરરોજ બેથી ત્રણ વખત પીવાથી છાતી અને ગળામાં જામેલો કફ ધીમે ધીમે દૂર થાય છે.

હળદર એક એન્ટીસેપ્ટિક છે જેમાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. ઉધરસની સમસ્યા હોય તેના માટે હળદરનો ઉપયોગ ખૂબ જ અસરકારક છે.

એક ગ્લાસ ગરમ દૂધમાં હળદર અને અડધી ચમચી કાળા મરીનો પાવડર મિક્સ કરી તેમાં એક ચમચી મધ નાખો હવે આ મિશ્રણને પીવાથી થોડા દિવસમાં છાતી અને ગળાની ભીડ મટે છે.