સિસ્મોલોજીએ કર્યો મોટો દાવો : કચ્છમાં ફરીથી આવશે મોટો ભૂકંપ, ગુજરાતવાસીઓ સાવધાન

મિત્રો ગુજરાતમાં 2001માં કચ્છમાં ભૂકંપ આવ્યો હતો તેને હજુ સુધી કોઇ ભૂલી શકતું નથી જેમાં હજારો લોકોના મોત થયા હતા અને સમગ્ર ગુજરાતમાં આ ભૂકંપની અસર જોવા મળી હતી.

આ ઘટના બાદ કચ્છમાં નાના આંચકાઓ સામાન્ય બની ગયા છે પરંતુ હાલમાં જ કચ્છ યુનિવર્સિટી સિસ્મોલોજી રિસર્ચના એક સર્વેમાં ભૂકંપની આગાહી કરવામાં આવી છે.

આ સર્વેમાં કચ્છમાં કતરોલ હિલ ફોલ્ટથી દર વર્ષે 2.1 મીલીમીટર ખસી રહી છે.

જેના કારણે ભવિષ્યમાં કચ્છના મહત્વના શહેરો જેવા કે ભુજ, અંજાર, ગાંધીધામ આ ઉપરાંત રાજકોટ, રાપર, અમદાવાદ, સહિતના શહેરોમાં ભૂકંપનું મોટું જોખમ હોવાનું તારણ સામે આવ્યુ છે.

ખાસ કરીને સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં 2001 ની સ્ટાઈલથી અમદાવાદ સુધી તેની મોટી અસર જોવા મળશે.

આ ઉપરાંત આ ફોલ્ટને કારણે ભારતીય પ્લેટ ઉપર અત્યંત ખતરનાક અસર થશે.

2001 ના ભૂકંપ પછી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપનાં નાના નાના આંચકાઓ આવતા જ રહે છે.

છેલ્લા બે મહિનામાં ભચાઉ-રાપરની આસપાસ પાંચ જેટલા આંચકા અનુભવાયા હતા જેથી સંશોધનકર્તાનું ધ્યાન તેમના તરફ આકર્ષાયુ હતું.

છેલ્લે રાપરના દક્ષિણ-પશ્ચિમમાં 10 કિલોમીટર દૂર કેન્દ્રિત ભૂકંપનો 3.4 ની તીવ્રતાનો આંચકો 1 માર્ચ ના રોજ સવારે 7:50 અનુભવાયો હતો.

2001 ના ભુકંપ બાદ કચ્છ ભૂસ્તરશાસ્ત્રીઓ માટે સતત સંશોધન કેન્દ્ર બની ગયું છે અને હવે તેમાં કંટ્રોલ હિલ ફોલ્ટ લાઇન પર સૌનું ધ્યાન છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.