ચમત્કાર / સ્વયંભૂ શિવલીંગ પ્રગટ થતાં ભક્તોનું ઘોડાપૂર, રોજના ચારથી પાંચ હજાર શ્રદ્ધાળુઓ આવે છે દર્શન માટે

મિત્રો આપણામાં એક કહેવત છે કે આસ્થા અને શ્રધ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી.

થોડા દિવસ પહેલા જ આણંદ જિલ્લાના અલ્લારસા અને પીપળી ગામ વચ્ચે આવેલા અભેટાપુરાનું વર્ષો જૂનું તળાવ કે જ્યાં કોઈ ચકલું પણ ફરકતું નહોતું ત્યાં આજે દરરોજ હજારોની સંખ્યામાં લોકો પહોંચી આવી રહ્યા છે કેમકે અહીં જ્યારે આ તળાવનું ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે તેમાંથી શિવલિંગાકારની એક પ્રતિકૃતિ મળી આવી છે.

લોકો તેને સાક્ષાત ભગવાન શિવનો ચમત્કાર માની રહ્યા છે અને સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હોવાની વાત કરી રહ્યા છે જેને લઇને તેના દર્શન કરવા માટે હજારો ભાવિક ભક્તો આવી રહ્યા છે.

મિત્રો 18 જૂનના દિવસે આ તળાવમાં ચમત્કાર થયો છે. વરસાદ આવે તેની પહેલા અહીં તળાવનું ખોદકામ કરવામાં આવી રહ્યું હતું અને રાત્રીના સમયે વરસાદ શરૂ થતાં ત્યાના સ્થાનિક ચાર યુવાનો તળાવમાં પાણી ભરાયું છે કે નહીં તે જોવા માટે ગયા હતા.

જ્યારે આ યુવક તળાવમાં પાણી ભરાયું છે કે નહીં તે જોવા માટે ગયા ત્યારે તેણે એક મોટી પ્રતિકૃતિ જોઈ જે શિવલિંગ આકારના હતી ત્યારબાદ આ યુવાનોએ એક મહારાજને પૂછ્યું તો તેમણે પણ કહ્યું કે આ વર્ષો જૂનું શિવલિંગ છે.

પછી તો શું થાય આ વાત વાયુવેગે પ્રસરી ગઇ અને જોતજોતામાં ગ્રામજનો અહીં દર્શન કરવા માટે ઉમટી પડ્યા. આપણે ફોટોમાં જોઈ શકીએ છે કે તળાવની ભેખડમાં જે શિવલિંગનો આકાર દેખાય છે ત્યાં લોકોએ હાર ચડાવી, દિવા અગરબત્તી કરીને પૂજા પણ શરૂ કરી દીધી.

મિત્રો આ વાતની જાણ આજુબાજુના ગામડાઓમાં થતા ત્યાંથી પણ લોકો દર્શન કરવા માટે આવી રહ્યા છે. હાલમાં અહીં દર્શન કરવા માટે રોજના ચારથી પાંચ હજાર શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે.

મિત્રો આ શિવલિંગની સાઈઝની વાત કરે તો લગભગ 15 થી 17 ફૂટના શિવલિંગ છે. આ ઉપરાંત લોકો શ્રદ્ધાપૂર્વક હાર અને શ્રીફળ ચડાવી રહ્યા છે.

આ ઉપરાંત લોકો શિવલીંગની સામે બેસીને ભજન કીર્તન પણ કરી રહ્યા છે અને લોકો રાજકોટ, સુરત અને કચ્છથી પણ દર્શન કરવા માટે આવી રહ્યા છે.

મિત્રો હવે ગ્રામજનોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે મહાભારતકાળના સમયે આ જગ્યા હેડંબાવન તરીકે જાણીતી હતી અને એ વખતે અહીંયા શિવલિંગની સ્થાપના કરી હોય તેવી માન્યતા છે.

આ ઉપરાંત એવી પણ હાલમાં ચર્ચા ચાલી રહી છે કે આજથી બે વર્ષ પહેલાં પણ તળાવનું ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે જેસીબી મશીન પણ તૂટી ગયું હતું અને માટી ભરેલું ડમ્પર પણ તળાવમાં ખાબક્યુ હતું ત્યારબાદ અહીં ખોદકામ બંધ કરી દેવામાં આવ્યું હતું.

મિત્રો સ્વયંભૂ શિવલિંગની વાત વાયુવેગે પ્રસરતા સ્થાનિક લોકો રોજગારી કરવા માટે આવી પહોંચ્યા અને દરરોજ ચાર થી પાંચ હજાર લોકો દર્શન કરવા આવતા હોવાથી સ્થાનિકો દ્વારા ચા નાસ્તા અને ખાણીપીણીના સ્ટોલ પણ ઉભા કરી દેવામાં આવ્યા છે.

શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે જેને કારણે સોમવારે લોકોની વધારે ભીડ થઈ રહી છે અને હજારો રૂપિયાનો પ્રસાદ અત્યારે વેચાઈ રહ્યો છે.

સ્થાનિક લોકો માટે રોજગારીની નવી તકો ઊભી થઈ છે જે લોકો પહેલા ખેતીકામ કરતા હતા તેઓ હવે ચા નાસ્તાના સ્ટોલ કરીને રોજગારી મેળવી રહ્યા છે.

ઘણા લોકો એવું માની રહ્યા છે કે આ શિવલિંગ હોય કે ના હોય પણ અહીં મંદિરનો શિલાન્યાસ થવો જોઈએ.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.