સુરતમાં બન્યો ફરી ગ્રીષ્માકાંડ / કાપોદ્રામાં એક મહિલાનું ગળું કાપી હત્યા

મિત્રો સુરતમાં દિવસેને દિવસે ક્રાઈમના કિસ્સાઓ વધતા જાય છે.

હજુ થોડા સમય પહેલાં જ ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની ગળે છરી મારીને હત્યા કરવામાં આવી હતી ત્યારે ફરી એક વખત સુરતમાં મહિલાનું ગળું કાપીને હત્યા કરવામાં આવી છે.

આ ઘટના ઘટતા જ સમગ્ર સુરતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરતના કાપોદ્રામાં હત્યારો મહિલાના ઘરમાં ઘૂસી જઇને મહિલાનું ગળું કાપી હત્યા કરીને ફરાર થઈ ગયો હતો.

સુરતના કાપોદ્રા વિસ્તારના ગૌતમ પાર્ક સોસાયટીમાં આ ઘટના બની છે.

મહિલાના ઘરમાં ઘૂસી ગળું કાપી હત્યા કરી ફરાર થયો છે. પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

સુરત પોલીસે જણાવ્યું કે સુરત શહેરના કાપોદ્રાના ગૌતમ પાર્ક સોસાયટીના મકાનના પહેલા માળે સ્નેહલતાબેન નામની મહિલા રહેતી હતી તેની હત્યા કરવામાં આવી છે.

આ મહિલા તેના પતિ પ્રકાશ રણછોડભાઈ પટેલ સાથે રહેતા હતા. સ્નેહલતાબેન પ્રકાશભાઈના પૂર્વ પત્ની છે.

સવારમાં પ્રકાશભાઈ ટિફિન લઈને નોકરી પર જતા રહ્યા હતા અને દરરોજ બપોરે બંન્ને વિડીયોકોલથી વાત કરતા હોય છે.

જોકે આજે સ્નેહલતા એ વિડિયો કોલ ન કરતા પ્રકાશભાઇ ઘરે આવ્યા હતા ત્યારે પત્નીની ગળું કાપી હત્યા કરાઇ હોવાની જાણ થઇ હતી.

પોલીસને જાણ થતાં જ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હત્યારાને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

મિત્રો સુરતમાં આવી ક્રાઇમ આધારિત ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે જેથી સરકારે પણ ભવિષ્યમાં આવું ન થાય તે માટેના પગલા લેવા જોઈએ અને બધા લોકોની સુરક્ષા કઈ રીતે કરી શકાય તેના માટે પણ કડક પગલા ભરવા જોઇએ.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.