સુરતમાં બની દર્દનાક ઘટના : કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા 5 મજૂરોનાં મોત, 20 સારવાર હેઠળ

મિત્રો સુરતમાં એક અનિચ્છનીય ઘટના સામે આવી છે તેની અંદર સુરતના સચિન જીઆઈડીસીમાં કેમિકલનું એક ટેન્કર લીકેજ થતાં મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે.

જેમાં 14 લોકોની હાલત ખુબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને અસરગ્રસ્ત તમામ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મિત્રો સચિન જીઆઈડીસીમાં રોડ ઉપર બાજુમાં મુકેલા એક કેમિકલ ભરેલા ટેન્કરમાં અચાનક જ ક્યાંક લીકેજ થતા મોટી દુર્ઘટના સર્જાઇ હતી.

આ ટેન્કર રાજકમલ ચોકડી પાસે પડ્યું હતું અને તેનાથી થોડે દૂર મજૂરો સુતા હતા અને વહેલી સવારે આ ઘટના ઘટયા બાદ ફાયર બ્રિગેડ પણ દોડતું થયું હતું.

મિત્રો આવી જ ઘટના વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડમાં સર્જાઈ હતી જેમાં બોઈલર ફાટતા ચાર લોકોના મોત થયા હતા.

ઘટના અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ટ્વિટ કરીને સંવેદના પાઠવી હતી.

ગુજરાતની જીઆઇડીસીમાં આવા આવા અકસ્માતો થતા જ રહે છે જેને કારણે નાના લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે.

આપણે સરકાર પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે જીઆઇડીસીમાં આવી દુર્ઘટના ભવિષ્યમાં ના બને તે માટે યોગ્ય પગલાં ભરવામાં આવે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.