જાણો સુરતના એવા વકીલ વિશે જેણે સરથાણા પોલીસ સ્ટેશનના PSI જેબલીયાની કારને ટોઈંગ કરાવી

સુરત સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઇ. જેબલિયા સાહેબની ગાડી અને બીજા અન્ય પોલીસ કર્મીઓની ગાડી રોંગ સાઈડમાં પાર્ક હતી.

વકીલ મેહુલ બોઘરાએ જોયું કે ઘણા સમયથી આવી રીતે ગાડીઓ રોંગ સાઈડમાં પાર્ક કરેલી જોવા મળે છે.

વકીલ મેહુલ બોઘરાએ ગાડી વિશેની તમામ માહિતી એકત્ર કરી અને તેમાં જાણવા મળ્યું કે ગાડીની વીમા પોલિસી પૂરી થઈ ગઈ છે અને હજુ સુધીમાં રિન્યૂ થઈ નથી.

આ ઉપરાંત કારમાં બ્લેક ફિલ્મના કાચ પણ છે જે બંધારણની જોગવાઈ વિરુદ્ધમાં છે.

મેહુલ બોઘરાએ જણાવ્યું કે જ્યારે આમ જનતાની ગાડી પાર્ક હોય તો તત્કાલિક મેમો બનાવવામાં આવે છે અને જો કોઈ જનતાની ગાડીમાં બ્લેક ફિલ્મના કાચ હોય તો તત્કાલ ધોરણે ઉતારી લેવાય છે અને દંડ કરવામાં આવે છે.

વકીલે કહ્યું જેવી કાર્યવાહી આમ જનતા સાથે કરવામાં આવે છે તેવી જ કાર્યવાહી આમની સાથે પણ થવી જોઈએ.

એડવોકેટ બોઘરાએ ટોઈંગ ક્રેનને કોલ કરીને કહ્યું કે આ ગાડી જેમની હોય તેમની અહિયાં રોન્ગમાં પાર્ક કરેલી છે તેથી તેને ટોઇંગ કરી જાઓ અને આગળની કાર્યવાહી હાથ ધરો.

મેહુલ બોઘરાએ ટોઈંગ કરવા આવેલા પોલીસકર્મીને જણાવ્યું કે આ ગાડી પી.એસ.આઇ. શ્રી જેબલિયાની છે અને આ ગાડીનો વીમો પણ નથી અને ગાડીમાં બ્લેક ફિલ્મના કાચ લગાવેલા છે એટલે તત્કાલ ધોરણે આ કાચ ઉતારી લેવામાં આવે અને કાયદેસર દંડ ભરવા માટે કાર્યવાહી કરવામાં આવે.

આ ઉપરાંત વકીલે એમ પણ કહ્યું કે હું RTI કરીને તપાસ પણ કરીશ છે કેટલો દંડ લેવામાં આવ્યો છે અને શું કાર્યવાહી કરવામાં આવી છે.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.