આરોપીને ફાંસી આપો : સુરતમાં લાઈવ મર્ડર / એક યુવકે પરિવાર સામે યુવતીનું ગળું કાપી કરી હત્યા

સુરતના પાસોદરા ગામ નજીક એક તરફી પ્રેમમાં એક યુવક હત્યારો બન્યો છે.

હુમલા દરમિયાન આ યુવકે યુવતીના ગળાના ભાગે છરીના ઘા મારી હત્યા કરી નાખી છે.

આ ઉપરાંત આ પ્રેમી યુવકે યુવતીના ભાઇ અને મોટા પિતા પર પણ હુમલો કર્યો હતો.

આ સનકી યુવકે હત્યા અને હુમલો કર્યા બાદ પોતે ઝેરી દવા ગટગટાવી ગયો હતો અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

આ ઉપરાંત હત્યારા યુવક સહિત મૃતક યુવતીના ઇજાગ્રસ્ત ભાઈ અને મોટા પિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને કામરેજ પોલીસ આ અંગે આગળની કાર્યવાહી કરી રહી છે.

મળતી માહિતી પ્રમાણે છેલ્લા ઘણા દિવસથી યુવક-યુવતીઓ અને થોડા દિવસ અગાઉ જ યુવતીના મોટા પિતાએ યુવકને ઠપકો પણ આપ્યો હતો.

પરંતુ ત્યારબાદ થોડા દિવસ બાદ અચાનક જ કરી જવા ધારદાર હથિયાર સાથે આ યુવક યુવતીનાં ઘરની બહાર જઈને તોફાન મચાવ્યું હતું.

જે બાદ યુવતીના મોટા પિતાએ ફરીથી ગુસ્સે થઈને યુવકને હાંકી કાઢતા યુવકે છરીથી હુમલો કરી દીધો હતો.

આ યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકોને આસપાસ ન આવવા માટે ધમકી પણ આપવા લાગ્યો હતો.

સોસાયટીના ઘણા લોકો એકઠા થઇ ગયા હતા પરંતુ ડરના માર્યા બધા દૂર ઊભા રહીને તમાશો જોતા રહ્યા હતા.

યુવતીનો ભાઈ તેને છોડાવવા માટે યુવક પાસે ગયો તો યુવકે યુવતીના ગળા પર છરીના ઘા ઝીંકી દીધા હતા અને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી.

ત્યારબાદ મોડેથી ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને પોલીસ ઉપર હુમલાની કોશિશ પણ કરી હતી ત્યાર બાદ યુવકે પોતાના હાથની જ હાથ કાપી નાખી હતી અને જેરી ગોળી ખાઈ લીધી હતી.

ઘાયલ મૃતક યુવતીના ઇજાગ્રસ્ત ભાઈ અને તેના પિતાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત પોલીસે યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.