દર્દનાક ઘટના / સુરતમાં હીરાબાગ પાસે પ્રાઇવેટ બસમાં એસી બ્લાસ્ટ થતા લાગી આગ, અનેક લોકોના મૃત્યુની આશંકા

મિત્રો 18 જાન્યુઆરીની રાતે સુરતમાં હીરાબાગ સર્કલ પાસે એક ખાનગી બસની અંદર આગ ફાટી નીકળવાની ઘટનાને લઇને અફર-તફરી મચી ગઇ હતી.

હીરાબાગ સર્કલ પાસે એક રાજધાની નામની પ્રાઇવેટ બસમાં એસીમાં બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ફાયર બ્રિગેડની ટીમે બે વ્યક્તિને રેસક્યુ કર્યા હતા જ્યારે તેમના જણાવ્યા પ્રમાણે બે લોકોના મોત નિપજ્યા હતા અને બાકીના ગંભીર લોકોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

એવું જાણવા મળ્યું છે કે બસના એસીનું કમ્પ્રેસર ફાટતાં આગ લાગી હતી.

સુરતના હીરાબાગ વિસ્તારમાં સર્કલ પાસે આ ખાનગી બસમાં આગ લાગવાની ઘટનાથી લોકો ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામ થઇ ગયો હતો.

આ આગ લાગવાની સાથે જ ફાયર બ્રિગેડ ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી ગઈ હતી.

અને પાણીનો મારો શરૂ કરી દીધો હતો પરંતુ ત્યાં સુધીમાં ઘણા બધા લોકોના મોત પણ થઇ ગયા હતા.

આપણે વીડિયોની અંદર જઈ શકીએ છીએ કે એક વ્યક્તિ બારીમાંથી નીકળવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ તે પોતે આખો સળગી ગયો હતો.

અને નીકળી શકે તેમ નહોતો અને લોકોને બચાવવા માટેની બુમો પાડી રહ્યો હતો પરંતુ આગ એટલી ભયાનક હતી કે તેની આસપાસ કોઈ જઈ શકે તેમ ન હોતું અને અંતે તે વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો.

આ ઘટનામાં કેટલા લોકો મૃત્યુ પામ્યા હશે અને કેટલા લોકો ગંભીર થયા છે તેની સચોટ માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી.

આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને જે લોકો હોસ્પિટલમાં છે તે જલદીથી સાજા થઇ જાય.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.