સુરતમાંથી વધુ એક ભુવાને લઈને આવ્યા મોટા સમાચાર : એક મહિલાને ફસાવી કર્યું આવું કામ

મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ભૂવાઓ દ્વારા છેતરવાના કિસ્સા સામે આવી રહ્યા છે.

આજે આપણે વાત કરીશું એવા ભુવા વિશેની જેણે વિધિથી નામે રૂપિયા ડબલ કરવાની લાલચ આપી એક મહિલા સાથે છેતરપિંડી કરી છે.

સુરતનો ભુવો મહિલાના છ લાખ રૂપિયા લઈને તેને ડબલ કરવાની લાલચ આપીને ફરાર થઇ ગયો છે જેને કારણે મહિલાએ આઘાતમાં ફાંસો ખાધો છે.

સિંગણપોરના એક ભુવાએ કતારગામની આ મહિલાને પોતાની બહેન માની વિશ્વાસમાં લીધી હતી ત્યારબાદ કહ્યું કે માતાજી રસ્તો બતાવતા નથી, બધા સૂઈ જશે પછી ગુરુજી આવી રસ્તો બતાવશે તેથી હું રાત્રે આવું છું.

આ ભૂવો મહિલાના ઘરમાં જ છ દિવસથી વિધિ કરતો હતો અને અંતે ભુવો રૂપિયા લઈને નાસી જતાં મહિલાએ આપઘાત કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટમાં મુકેશભાઈ અને તેની પત્ની જયશ્રીબેન રહેતા હતા.

થોડા સમય પહેલા જયશ્રી બેનનો સંપર્ક સિંગણપોરના ખુશાલ નામના ભુવા સાથે થયો હતો જે દશામાંની પૂજા કરતો હતો અને દશામાંની પૂજા દરમિયાન જયશ્રીબેન ખુશાલ ભુવાના સંપર્કમાં આવ્યા હતા.

આ ભુવા ખુશાલે જયશ્રી બેનને રૂપિયા ડબલ કરવાની લાલચ આપી હતી અને રૂપિયાની લાલચમાં જયશ્રીબેન ભુવાની વાતમાં આવી ગયા અને પોતાની પાસે રૂપિયા ન હતા પરંતુ તેમની દિકરી પાસેથી 6 લાખ રૂપિયા લીધા હતા જેના ઉપર ભુવા ખુશાલે વિધિ શરૂ કરી હતી.

વિધિ દરમિયાન ભુવાએ જયશ્રી બેનને કહ્યું કે માતાજી પ્રસન્ન થયા છે પરંતુ માતાજી તેમને રસ્તો બતાવતા નથી જેથી રસ્તો બતાવવા માટે ખુશાલભાઈ તેમના ગુરુજીને શનિવારે મોડી રાત્રે બધા સૂઈ જશે પછી બોલાવશે ત્યારબાદ તેના ગુરુજી આવશે અને વિધિ કરીને રસ્તો બતાવશે.

સતત છ દિવસ સુધી આ ભુવો જયશ્રી બેનના ઘરે વિધિ કરતો હતો પરંતુ આખરે જયશ્રીબેનના રૂપિયા જ ગાયબ થઇ ગયા હતા જેથી તેમણે આઘાતમાં આવીને પંખા સાથે દુપટ્ટો લગાવીને આત્મહત્યા કરી હતી તેમની દીકરીએ આ વિશે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.