આજીવન પરેશાન નહીં કરે સાંધાના દુખાવા, કબજિયાત અને આપચો જેવી સમસ્યાઓ : જાણી લો સેવન કરવાની રીત

મિત્રો જ્યારે પણ કંદમૂળની વાત કરવામાં આવે ત્યારે આપણા મનમાં ઘણી પ્રકારની શાકભાજીના નામ આવી જાય છે પરંતુ તેમાં પણ સુરણની વાત કરવામાં આવે તો તેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય છે.

સુરણની અંદર ઘણા બધા પોષક તત્વો રહેલા છે જે આપણા સ્વાસ્થ્યની કાળજી રાખવામાં ખૂબ જ મદદ કરે છે અને ઘણા પ્રકારના રોગોને દૂર કરવાનું કામ પણ કરે છે.

એક રિપોર્ટ પ્રમાણે સુરણમાં પ્રોટીન, વિટામિન અને ખનીજ દ્રવ્યો રહેલા હોય છે.

સૂરણનું સેવન કરવાથી કફ, પિત્ત, કબજિયાત, મોટાપો અને પેટ સંબંધિત રોગોમાંથી છુટકારો મળે છે, પેટ વારંવાર ફૂલી જતું હોય તો સુરણનું સેવન કરી શકો છો.

સુરણમાં દરેક પ્રકારના વિટામિન્સ અને ફાઇબર પુષ્કળ પ્રમાણમાં રહેલા હોય છે જે તમારી પાચનશક્તિ સુધારવામાં મદદ કરે છે.

આ ઉપરાંત સુરતમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ તત્વો પણ મળી આવે છે જે બ્લડ પ્રેશરને કાબૂમાં રાખે છે આ ઉપરાંત ડાયાબિટીસ સામે લડવામાં પણ મદદ કરે છે.

આ ઉપરાંત જે લોકોની કમર ફૂલી ગઈ હોય અથવા પેટ બહાર નીકળી ગયું હોય તો તેવા લોકોએ સૂરણનું સેવન કરવું જોઈએ કારણ કે સુરણમાં રહેલા બેક્ટેરિયા ભોજનને સારી રીતે પચાવવામાં મદદ કરે છે અને તેના સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે જેથી કરીને તમારે વારંવાર ખાવાની જરૂર રહેતી નથી અને આ વજન ઓછું કરવા માટે પણ સૌથી સારો રસ્તો છે.

સુરણ ખાવાથી તમારી એકાગ્રતામાં વધારો થાય છે. જો તમે થોડુંક વાંચીને તેને લાંબા સમય સુધી યાદ રાખી શકો છો એટલા માટે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેઓએ હંમેશા ભોજનમાં સુરણનો સમાવેશ કરવો જોઈએ.

સુરણ રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે જેથી કરીને વારંવાર જે લોકોને શરદી, ઉધરસ, કફ અને વિવિધ પ્રકારના વાયરલ રોગો થતા હોય છે તો તેવા લોકોએ સૂરણનું સેવન અવશ્ય કરવું જોઈએ.

આ ઉપરાંત જ્યારે કોઈ વ્યક્તિને હાથીપગો થાય છે ત્યારે તે વ્યક્તિનો પગ ધીમેધીમે હાથી જેવો જાડો થઈ જતો હોય છે ત્યારે જો તમે ભોજનમાં સુરણ સામેલ કરી દો છો તો સુરણમાં રહેલા ઘટકો હાથીપગાથી છુટકારો અપાવવામાં મદદ કરે છે.

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં.

તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.