સુરજ ભૂવાના માતા-પિતાએ ન્યૂઝપેપરમાં આપી દીધી એક જાહેર નોટીસ : વાંચીને લાગશે આંચકો !!

મિત્રો આપણે જાણીએ છીએ કે સુરજ ભુવા નામનો વ્યક્તિ હાલના સમયમાં ખૂબ જ ચર્ચામાં છે કારણ કે આ વ્યક્તિએ એક યુવતી સાથે દસ મહિના સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ જુનાગઢ બી ડિવિઝન પોલીસમાં નોંધાઇ હતી.

આ મામલો આખા રાજ્યમાં ભારે ચકચારી બન્યો હતો. આ કેસમાં દિવસેને દિવસે નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે તેમ છતાં પણ તેની લોકપ્રિયતામાં અને તેમના ભક્તજનોમાં વધારે કાંઇ ખાસ અસર પહોંચી નથી.

સુરજ ભુવા વિવાદમાં આવ્યા બાદ તેના માતા-પિતાએ એક જાહેર નોટીસ ન્યૂઝપેપરમાં આપી છે જેમાં તેને મિલકતમાંથી બેદખલ કર્યાની વિગતો આપી છે.

તેમણે સમાજમાં બદનામી થતી હોવાને કારણે નોટિસ આપી હતી કે અમારો પુત્ર અમારા કહ્યામાં નથી રહ્યો છે જેથી અમે અમારી મિલકતોમાંથી તેને બેદખલ કરીએ છીએ.

નોટિસમાં લખ્યું છે કે લાખાભાઈ સામતભાઈ સોલંકી, હંસાબેન લાખાભાઈ સોલંકી કે જે રહેવાસી જૂનાગઢ જાહેર નોટિસ આપતાં જાણ કરી રહ્યા છીએ કે અમારા પુત્ર સૂરજ લાખાભાઈ સોલંકી અમારા કહ્યામાં નથી અને સમાજમાં તમારી બદનામી થાય તેવું વર્તન વ્યવહાર કરતા આવ્યા છે અને મનસ્વી રીતે જીવન જીવે છે.

તેમણે જણાવ્યું કે અમે સુરજને અમારી તમામ પ્રકારની સ્થાવર-જંગમ મિલકતમાંથી બેદખલ કરીએ છીએ અને ભવિષ્યમાં અમારી તમામ પ્રકારની મિલકતમાં સુરજને કોઈ હક્ક હિસ્સો રહેશે નહીં.

સુરજ કોઈપણ વ્યક્તિ કે અન્ય કોઈ સંસ્થા, બેંક, સરકારી બેન્ક, અર્ધસરકારી બેંક કે કોઈપણ ઓથોરિટી પરત્વે કોઇ પણ પ્રકારનો વહીવટ કે વ્યવહાર કરે તેમાં અમારી જવાબદારી કે કોઈ પ્રકારે બંધનકર્તા રહેશે નહીં જેની નોંધ લેવી.

આપણે જાણીએ છીએ કે ફેબ્રુઆરી મહિનામાં જૂનાગઢની યુવતીએ ઝેરી દવા પીને રાજકોટ મહિલા પોલીસ સ્ટેશને પહોંચી હતી ત્યારબાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આ યુવતીએ આક્ષેપ કર્યો હતો કે જુનાગઢના ભુવા સુરજ સોલંકીએ 10 મહિના સુધી મારા ઉપર દુષ્કર્મ આચર્યું હતું તેમ જ ઝેરી દવા પીતા પહેલા યુવતીએ લખેલી સ્યુસાઈડ નોટ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ હતી.

સુસાઇડ નોટમાં લખ્યું હતું કે હું દસ મહિના પહેલા સુરજભાઈ લાખાભાઈ સોલંકી પાસે અંગત પ્રશ્નના લીધે દાણા જોવડાવવા ગઈ હતી ત્યારથી મારો કોન્ટેક સુરજ સોલંકી સાથે થયો હતો અને મને એવું કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરીશ.

આવા અંધારામાં રાખી મારી સાથે દસ મહિના સુધી શારીરિક શોષણ કર્યું આ દરમિયાન હું પ્રેગ્નન્ટ બની હતી જે મામલો ભારે ચકચારી બન્યો હતો.

સુરજ ભુવા બે સંતાનનો પિતા હોવા છતાં આવું કર્યું અને ત્યારબાદ રફુચક્કર થઇ ગયો હતો.

સુરજ એ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે આ છોકરી તેને બદનામ કરવા માંગે છે અને તેના માટે 25 લાખ, 3 bhk ફ્લેટ અને કાર તથા બુલેટ માંગે છે. આ ઉપરાંત તેને જણાવ્યું કે તેની પત્ની સહિત પરિવારને છોડી તે યુવતી સાથે સમાધાન કરી મૈત્રી કરારથી રહેવા ગયો હતો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.