સુરજ ભુવાએ કહ્યું મને ખોટો બદનામ ના કરો, મારા સારા સંબંધો હતા પરંતુ…

મિત્રો જૂનાગઢની એક યુવતીએ જણાવ્યું કે સુરજ સોલંકી નામના યુવકે મારી સાથે દસ મહિના સુધી શારીરિક સંબંધ બાંધ્યા પછી મને તરછોડી દીધી અને અમદાવાદ ચાલ્યો ગયો છે

મારી પાસે આવે મરવા સિવાય કોઈ રસ્તો નથી… આવું લખીને જૂનાગઢની યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

પીડિતાએ સોશિયલ મીડિયામાં એક સુસાઈડ નોટ લખી હતી જે વાયરલ થઈ છે જેમાં લખવામાં આવેલું છે કે મને અંધારામાં રાખીને સતત 10 જેટલા મહિના સુધી મારૂ શારીરિક શોષણ કરવામાં આવ્યું અને છેલ્લા એક મહિનાથી મને છોડીને અન્યત્ર ચાલ્યો ગયો છે.

જૂનાગઢની આ યુવતી રાજકોટ પોલીસ સ્ટેશન ખાતે ત્રણ દિવસ પહેલા આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સુરજ ભુવાજી જૂનાગઢ સ્થિત પોતાના નિવાસ સ્થાનથી ફરાર થઇ ગયો છે.

આ ઉપરાંત સોશિયલ મીડિયામાં સુરજ ભુવાજીનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે જેમાં તે પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું છે.

આ વિડીયો અનુસાર સુરજ ભુવાજી એમ કહે છે કે યુવતીની માંગણી ન સંતોષાતા ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

યુવતીએ 25 લાખ રૂપિયા અને એક ફ્લેટની માંગણી કરી હતી.

આ ઉપરાંત વીડિયોમાં સુરજ ભુવાજી જણાવી રહ્યા છે કે હાલ તે યુવતી વિરૂદ્ધ પુરાવાઓ એકત્રિત કરી રહ્યો છે પુરાવાઓ મળ્યા બાદ તેઓ સામેથી પોલીસ સ્ટેશને જશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.