સુરજ ભુવાએ 10 મહિના સુધી આચર્યું દુષ્કર્મ : યુવતીનો દવા પીને આપઘાતનો પ્રયાસ

જૂનાગઢની એક યુવતી ભુવાના સંપર્કમાં આવતા જ ભુવાએ તેમના ઉપર નજર બગાડી હતી અને સતત 10 મહિના સુધી તેનું શારીરિક શોષણ કર્યું હતું અને ત્યારબાદ તેને તરછોડી દેવામાં આવી હતી અને ભુવો અમદાવાદ ચાલ્યો ગયો.

આ યુવતી પાસે હવે મરવા સિવાય કોઈ બીજો રસ્તો નથી.

જૂનાગઢની આ યુવતી હાલમાં રાજકોટમાં ઝેરી દવા પીને મહિલા પોલીસ મથકે પહોંચી હતી ત્યારબાદ પોલીસ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવી હતી.

આ યુવતીએ એક સુસાઈડ નોટ પણ લખી છે અને ત્યારબાદ તેણે ઝેરી દવા પીધી હતી.

આ સુસાઈડ નોટ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી જેમાં સુરજ ભુવાજી વિશેનો ઉલ્લેખ પણ કર્યો હતો.

પીડિતાએ સોશિયલ મીડિયામાં સુસાઇડ નોટ લખી છે તેમાં એવું પણ ઉમેર્યું કે આશરે દસેક મહિના પહેલા મારા અંગત પ્રશ્નો અને મૂંઝવણને કારણે હું સુરજ લાખા સોલંકી પાસે ગઇ હતી ત્યારબાદ મારો સુરજ સાથે પરિચય થયો અને તેણે મારી સાથે લગ્ન કરવાની વાત કરી હતી.

તેણે મને અંધારામાં રાખીને સતત 10 મહિના સુધી મારું શારીરિક શોષણ કર્યું અને આ દરમિયાન મને ગર્ભ પણ રહી ગયો હતો.

આ સમાચાર તેને મળતા મને દવા આપી દીધી અને છેલ્લા એક મહિનાથી મને છોડીને તે અન્ય જગ્યા પર ચાલ્યો ગયો છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.