હૃદય કંપાવી દેનારી ઘટના / માતાએ તેના સગા સાત મહિનાના બાળકને ઝેર આપીને મારી નાખ્યો ત્યારબાદ…!!

મિત્રો અમરેલી જિલ્લાના ચીતલ ગામથી એક હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. આ ગામમાં એક માતાએ તેના સાત મહિનાના પુત્રને ઝેર આપીને મારી નાખ્યો અને ત્યાર બાદ પોતે પણ આપઘાત કરીને મૃત્યુ પામી.

આ ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે અને ઘટના સ્થળે પોલીસનો કાફલો પહોંચી ગયો છે. આ મામલે તપાસ ચાલી રહી છે પરંતુ હજુ સુધી આપઘાતનું કારણ મળી શકતું નથી.

મિત્રો આપણે જાણીએ છીએ કે અમરેલી જિલ્લાની ગણના શાંત જિલ્લાઓમાં કરવામાં આવે છે અને આ જિલ્લામાં ભાગ્યે જ કોઈ ક્રાઈમની ઘટના બનતી હોય છે જેને કારણે આ પ્રકારની હચમચાવતી ઘટના સામે આવતા લોકો ચોંકી ઉઠયા છે.

મળતી માહિતી પ્રમાણે માતાએ સૌથી પહેલા પોતાના પુત્રને ઝેર આપીને મોત નિપજાવ્યા બાદ પોતે પણ ઝેર ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કરી લીધો હતો.

આ અંગે પરિવારજનોને જાણ થતાં જ તાત્કાલિક ધોરણે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન માતાનું પણ મોત થયું હતું.

પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે અમરેલીના ચિતલ ગામે નૈમિષારણ્ય ગૌશાળા નદીના કાંઠે એક રહેણાંક મકાનમાં કાજલબેન તુષારભાઈ સાવલિયા નામની આ 28 વર્ષની પરિણીતા પોતાના સાત મહિનાના પુત્ર જયવિર સાથે રહેતી હતી.

1 જુલાઈના રોજ સવારના 9 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન પોતાના પુત્રને ઝેરી દવા પીવડાવી અને હત્યા કર્યા બાદ પોતે પણ ઝેરી દવા પી મોત વહાલું કરી લીધું હતું.

પરિણીતાના પિતાએ પોલીસને જાણ કરી અને હવે આગળની તપાસ ચાલી રહી છે.

પરિણીતાના પતિનું નામ તુષાર ભરતભાઈ સાવલિયા છે જે ચિતલના રહેવાસી છે. આ ઉપરાંત તેના પિતા વિનોદભાઈ મનજીભાઈ ટિંબડિયા જે ખેડૂત છે અને બાબરાના ચમારડી પ્લોટ વિસ્તારમાં રહે છે.

પોલીસ દ્વારા તપાસ ચાલુ છે પણ હજી સુધી આપઘાતનું સાચું કારણ સામે આવ્યુ નથી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.