સુરતના પાસોદરામાં વધુ એક યુવતીનો ભોગ લેવાયો, વિડીયો કોલ કરી જાતને જ જલાવી આત્મહત્યા કરી

મિત્રો સુરતમાં એક પછી એક દીકરીઓ માટે ખરાબ ઘટનાઓ બની રહી છે.

મળતી માહિતી પ્રમાણે પાસોદરા વિસ્તારમાં એક પરણિતાએ પોતાના શરીરે આગ ચાંપી આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામ્યો છે.

એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે આ પરિણીતાને ખૂબ જ હેરાન કરી હતી.

આ યુવક સતત હેરાનગતિ કરતો હોવાથી પરિણીતાએ આખરે આ પ્રકારનું પગલું ભર્યું છે.

આ પ્રકારની ઘટના ફરીથી બનતા પોલીસ કામગીરી ઉપર પ્રશ્નાર્થ ચિન્હ ઉભો થયો છે. આ સમગ્ર મામલે કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે સુધા રાદડીયા નામની પરિણીતાને તેના જ ગામનો એક જયદીપ સરવૈયા નામનો યુવક ફોન કરીને પરેશાન કરતો હતો.

આ યુવક એક તરફી પ્રેમમાં પાગલ હતો તેનું આ પાગલ પણ એટલી હદે જતુ રહ્યું હતું કે જો સુધાનો ફોન એંગેજ આવે તો તે યુવતીને ધમકાવતો હતો.

એટલું જ નહીં ગંદી ગાળો પણ આપતો હતો આ ઉપરાંત તેના માતા-પિતાને મારી નાખવાની ધમકી પણ આપતો હતો.

મૃતક પરિણીતાના ભાઈ હાર્દિક નાકરાણીએ જણાવ્યું કે મેં તેનો ફોન બીજા દિવસે ચેક કર્યો ત્યારે કોલ રેકોર્ડિંગ મળી આવ્યું હતું અને મેં ધારાને પૂછ્યું આ બાબત વિશે ત્યારે તેને જણાવ્યું કે મને આપણા ગામનો છોકરો જયદીપ સરવૈયા પરેશાન કરે છે.

આ ઉપરાંત પરિવારને પણ મારી નાખવાની ધમકી આપે છે અને જ્યારે આ દીકરીએ આત્મહત્યા કરી ત્યારે જયદીપને વિડિયોકોલ કર્યો હતો.

અને બીજા જોડે વાત કરતી હોય તો તેનો પણ પુરાવો જયદીપને આપવો પડતો હતો. આ જયદીપને કારણે જ પોતાના શરીર ઉપર સ્પ્રે છાંટીને આત્મહત્યા કરી લીધી.

મૃતક પરિણીતાના પતિ રોહિત ભાઈ રાદડીયાએ કહ્યું કે ઓફિસમાં ભાઈનો ફોન આવ્યો કે હોસ્પિટલે આવી જા, પત્ની હોસ્પિટલમાં એડમિટ હતા, તેના પાડોશી તેને હોસ્પિટલમાં લઈ ને આવ્યા હતા.

ત્યારબાદ રોહિતભાઈએ ફોનમાં રેકોર્ડિંગ જોયા જેમાં જયદીપ અપશબ્દ બોલતો હતો, મમ્મી પપ્પા ને મારી નાખવાની ધમકી આપતો હતો.

આ પરિણીતાએ તેનું ઘર ભાંગી ન જાય એટલા માટે આ વાત તેના પતિને નહોતી કરી.

સામાજિક આગેવાનો કહી રહ્યા છે કે પોલીસ અને સરકાર જલ્દીથી કાર્યવાહી કરે અને આરોપીને કડકમાં કડક સજા આપે.

બીજી કોઈ દીકરીઓ સાથે આવું ના થાય તે માટે છોકરા સામે કડક પગલાં લેવા જોઈએ.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.