18મીથી શરૂ થતી ધોરણ 9 થી 12 ની પરીક્ષા અંગે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જુઓ

મિત્રો ગુજરાત રાજ્યમાં આગામી 18 ઓક્ટોબરથી શરૂ થનાર ધોરણ 9 થી લઈને ધોરણ 12 ની પ્રથમ પરીક્ષા અંગે ગુજરાત સરકારે મોટો અને મહત્વનો નિર્ણય કર્યો છે જેથી વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થવાનો છે.

શરૂઆતમાં પરીક્ષાના પ્રશ્નપત્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કાઢવાના હતા પરંતુ હવે રાજ્ય સરકારે શાળાઓ પણ પોતાની રીતે પેપર કાઢી શકશે તેવો વિકલ્પ શાળાને આપ્યો છે.

એટલે કે હવે શાળાઓ પાસે બે વિકલ્પ હશે જેમાં 1. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પેપરનો પણ ઉપયોગ કરવા માગતા હોય તો તે પણ કરી શકશે અને 2. જો શાળા પોતાની જાતે જ પ્રશ્ન પેપર તૈયાર કરીને પરીક્ષા લેવા માંગતી હોય તો તે પણ વિકલ્પ પસંદ કરી શકશે.

ગુજરાત રાજ્યના શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે ધોરણ 9 થી ધોરણ 12 ની પ્રથમ પરીક્ષા 18 ઓક્ટોબરથી લઈને 27 ઓક્ટોબર સુધી યોજાવાની છે. આ ઉપરાંત ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા 14 માર્ચ 2022 થી 30 માર્ચ 2022 દરમિયાન લેવાશે.

ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા 11 થી લઈને 21 એપ્રિલ 2022 દરમિયાન યોજાશે, ધોરણ 9 થી ધોરણ 12 ના વિદ્યાર્થીઓની બીજી કસોટી 27 જાન્યુઆરી થી 2 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે.

શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરેલા પરિપત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં દિવાળી વેકેશન 21 દિવસનું અને ઉનાળુ વેકેશન 35 દિવસનું રહેશે. આ ઉપરાંત 8 દિવસની સ્થાનિક રજાઓ અને 16 દિવસની જાહેર રજાઓ સાથે કુલ 80 દિવસની રજાઓ રહેશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.