ધોરણ 10 અને 12 ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્વના સમાચાર : શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત

મિત્રો આપણે જાણીએ છીએ કે રાજ્યભરમાં આગામી સમયમાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે.

આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ તણાવ મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા ઉભી કરવામાં આવી છે તેમ શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ એક સમીક્ષા બેઠકમાં ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યના તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર એસઓપી માર્ગદર્શિકાના સંપૂર્ણ પાલન સાથે પરીક્ષાઓ યોજવામાં આવશે અને પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ તણાવ મુક્ત રીતે ડર વિના પરીક્ષા આપે તે ખૂબ જ જરૂરી છે.

આ ઉપરાંત શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે કોરોના બાદ પ્રથમ વખત પરીક્ષાઓ યોજાઈ રહી છે જેથી વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓની ચિંતા ઓછી કરવા માટે બોર્ડ દ્વારા 30% હેતુલક્ષી પ્રશ્નો પુછવામાં આવશે.

આ ઉપરાંત રાજ્યના આંતરિયાળ વિસ્તારોમાંથી પરીક્ષા દેવા જતા વિદ્યાર્થીઓ માટે સમયસર બસ મળી રહે તેવી વ્યવસ્થા અને જરૂર પડે તો જિલ્લા વહીવટી તંત્ર અથવા સંબંધિત અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડવાની વ્યવસ્થા કરવા માટે પણ શિક્ષણમંત્રીએ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને આ બેઠકમાં સૂચનાઓ આપી હતી.

આ ઉપરાંત શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યના સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો ઉપર પણ શાંતિથી પરીક્ષા યોજાય તે માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

પોલીસ બંદોબસ્ત સહિતની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

પરીક્ષામાં ગેરરીતિ કરનાર વ્યક્તિને કડકમાં કડક સજા આપવામાં આવશે.

પરીક્ષા કેન્દ્રની માન્યતા રદ કરવાની સાથે દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રો પર પેપર ફૂટી જવાની ખોટી અફવાઓ સામે કડક હાથે કામ લઇને આ પ્રકારની ઘટનાને તાત્કાલિક તપાસ કરી યોગ્ય સ્પષ્ટતા કરવાની રહેશે.

ગેરરીતિ અટકાવવા માટે તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને પરીક્ષાના ડરથી તનાવમુક્ત રાખવા પોલીસ દ્વારા અમલી જીવન આસ્થા હેલ્પલાઇનનો વ્યાપ પણ વધારવામાં આવશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.