આવતીકાલથી ધોરણ 1 થી 5 ની શાળાઓ શરૂ : શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીની જાહેરાત

કોરોનાવાયરસને કારણે છેલ્લા ઘણા મહિનાઓથી ધોરણ 1 થી 5 ના વર્ગો બંધ હતા પરંતુ હવે કોરોનાવાયરસના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે અને જનજીવન પહેલા જેવું જ સામાન્ય બની રહ્યું છે ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા શાળા ખોલવાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ જાહેરાત કરી છે કે દિવાળી વેકેશન હવે પૂરું થવા આવી રહ્યું છે ત્યારે આવતીકાલથી જ એટલે કે 22 નવેમ્બરથી ધોરણ 1 થી 5 ની શાળાઓ શરૂ કરવામાં આવશે.

ધોરણ છ થી ઉપરના વર્ગો માટે ગુજરાત સરકાર દ્વારા જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તે જ ગાઈડલાઈન્સનું પાલન ધોરણ 1 થી 5 ની શાળાઓએ કરવાનું રહેશે.

વાઘાણીએ બાળમંદિરને લઈને પણ જાહેરાત કરી છે કે અત્યારે માત્ર ધોરણ 1 થી 5 ની જાહેરાત કરી રહ્યા છીએ અને આગામી દિવસોમાં બાળમંદિરને લઈને પણ નિર્ણયની જાહેરાત કરવામાં આવશે.

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું કે ભવિષ્યમાં કોરોનાની પરિસ્થિતિ ન આવે તેવી પ્રાર્થના કરીએ અને વિકાસની ગતિ ચેતનવંતી રહે.

આ ઉપરાંત જે લોકોએ હજુ સુધીમાં કોરોનાની રસી નથી લીધી તેઓ જલ્દીથી લઈ લે.

શાળામાં આટલા નિયમો પાળવા પડશે

  • કન્ટેનમેન્ટ ઝોનમાં શાળાઓ ખોલી શકાશે નહીં.
  • શાળાએ કેન્દ્ર સરકારની SOP નું પાલન કરવાનું રહેશે.
  • માસ્ક સામાજિક અંતર અને સેનેટાઈઝર ના નિયમો પાળવા પડશે.
  • વિદ્યાર્થીઓ સ્કૂલે આવવા માંગતા ન હોય તો તેના પર દબાણ કરવું નહીં.
  • વિદ્યાર્થીઓ સાથે બેસીને નાસ્તો કરી શકશે નહીં.
  • વિદ્યાર્થીને તાવ કે શરદી હોય તો શાળાએ ન આવવું.
  • શાળાએ આવતા પહેલા વાલીઓએ સંમતિપત્રક આપવું પડશે.
  • વિદ્યાર્થી અને શાળાના સ્ટાફે ફરજિયાત માસ્ક પહેરવું.
  • વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરે તે પહેલા હાથ સેનીટાઈઝ કરવા.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.