એસટી બસે 7 લોકોને અડફેટે લીધા, ધ્રૂજાવી દે તેવી ઘટનાનો વિડીયો વાયરલ

મિત્રો ગુજરાતના ગોધરા વડોદરા હાઇવે ઉપર કોઠી સ્ટીલ સર્કલ પાસે એસટી બસ દ્વારા સાત લોકોને હડફેટે લેવામાં આવ્યા હતા અને આ સમગ્ર અકસ્માતનો વિડીયો રસ્તા પાસેના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.

મિત્રો છેલ્લા એક મહિનાની અંદર એસટી બસ દ્વારા અકસ્માત થયાની આ ચોથી ઘટના છે છતાં પણ તંત્ર હજુ જાગતું નથી.

એસટી બસને લઈને એક સૂત્ર છે કે “સલામત સવારી એસ.ટી. અમારી” પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે એસ.ટી મુસાફરી જોખમી અને અસલામત છે.

મિત્રો ગોધરા વડોદરા હાઇવે ઉપર સાત લોકો એસટી બસની રાહ જોઇને ઊભા હતા. આ દરમિયાન પાવાગઢ તરફ જઈ રહેલ એસટી બસ ત્યાંથી પસાર થઇ રહી હતી અને આ બધા મુસાફરો બસને રોકવા માટે હાથ ઊંચો કરીને બસ રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આ દરમિયાન પુરઝડપે આવી રહેલ એસટી બસ ચાલકે બસ ઉભી રાખવા માટે બ્રેક લગાવી પરંતુ અચાનક જ એસટી બસ બંધ પડી જતા એસટી બસનું સ્ટિયરિંગ લોક થઈ ગયું હતું જેને કારણે બસના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો અને રોડની સાઇડમાં ઉભી રહેલા બે બાળકો સહિત સાત લોકો એસ.ટી.બસની અડફેટમાં આવી ગયા હતા જેનો વીડિયો પણ વાયરલ થયો છે.

આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી છે જ્યારે અન્ય બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

આ અકસ્માતની જાણ થતાં જ એસટી વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બસમાં 45 થી વધુ મુસાફરો સવાર હતા, સદ્નસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

આ પ્રકારના અવારનવાર થયેલા અકસ્માતને રોકવા માટે સ્થાનિકો દ્વારા સ્પીડ બ્રેકર મુકવા માટે છેલ્લા છ મહિનાથી લેખિત રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

એસટી જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.