બાઈક અને એસ.ટી. વચ્ચે ભયંકર અકસ્માત : સગા બે ભાઈ સહિત ત્રણ યુવકના ઘટનાસ્થળે જ મોત

મિત્રો થોડા દિવસ પહેલા જ એક અકસ્માતમાં બે ભાઈઓ અને એક યુવકનું મોત થયું હતું.

ગુજરાતના મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હીરાપુર ગામના યુવકો બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે એસ.ટી.બસ સાથે અકસ્માત થતા ત્રણેય યુવકના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા.

આ ઘટનામાં એક જ પરિવારના ત્રણ યુવકોના મોત થયા હોવાથી સમગ્ર પરિવાર શોકમગ્ન વાતાવરણમાં મુકાઈ ગયો.

આ અકસ્માત સંતરામપુર તાલુકાના વાજીયાકોટના ડેમની ફળિયામાં રહેતા બે સગા ભાઈઓ અજય લાલસીંગ ખરાડી અને જયદીપ લાલસીંગ ખરાડી અને વિકાસભાઈ સોમાભાઈ ખરાડી ઘરેથી બાઇક લઇને હીરાપુર ગામ તરફ જઈ રહ્યા હતા.

આ સમય દરમિયાન હીરાપુર ગામ પાસે ઝાલોદ-અમદાવાદ એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો અને બાઈક બસ આગળના ભાગમાં ઘુસી ગઈ હતી અને અકસ્માતમાં ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા.

પરિવારને આ ઘટનાની સ્થાન જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા અને એક જ પરિવારના ત્રણ યુવાનોએ જીવ ગુમાવતા પરિવારજનોની આંખમાં આંસુ આવ્યા હતા અને પોતાના વ્હાલસોયા દિકરાઓની લાશ જોઇને પરિવારજનો શોકમાં મુકાઈ ગયા હતા.

આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઝાલોદ-અમદાવાદ એસટી બસ અકસ્માત બાદ બાઇકને સો મીટર સુધી દૂર ઘસડીને લઈ ગઈ હોવાનું અનુમાન છે.

કેમકે આ ત્રણેય યુવાનોના મૃતદેહો બસની પાછળ સો મીટર દૂરથી મળી આવ્યા.

આ સાંભળતાની સાથે જ આપણે વિચારી શકીએ છીએ કે આ ઘટના કેટલી કરુણદાયક હશે.

ભગવાનને પ્રાર્થના કરીએ કે મૃતકના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.